🔥 TRENDING बीजापुरी में रात्रि चौपाल का आयोजन: कि... જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પાણીપુરી વિ... कुरसेला पुलिस की जनसेवा में तत्परता: ड... मोहना के सभी 15 वार्डों में लगेगी स्ट्... बख्तियारपुर फोरलेन पर पुलिस ने लाखों क... ਇਨ੍ਹਾਂ ਰਾਸ਼ੀ ਵਾਲੇ ਲੋਕਾਂ ਦੀ ਚਮਕੇਗੀ ਕਿਸਮਤ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં કાપડ વેપારીઓને 62 લાખથી વધુની છેતરપિંડી: મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ સામે ગુનો દાખલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 06:41 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના માંગરોળ અને પીપોદરા વિસ્તારના ત્રણ કાપડ વેપારીઓ સાથે 62.78 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના સંચાલકો અને એક દલાલ સામે પાલોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરતી ટોળકીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ અને પીપોદરા વિસ્તારના ત્રણ કાપડ વેપારીઓ પાસેથી કુલ 62.78 લાખથી વધુની કિંમતનું ગ્રે કાપડ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ જવાનો આક્ષેપ થયો છે. આ મામલે મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર નરેશ કાતરીયા, વહીવટદાર મુકેશ વાણીયા અને દલાલ ભુપત કથીરીયા સામે પાલોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માંગરોળના લીંડીયાદ સીમ વિસ્તારમાં પૂજા ફેબ્રિક્સ ચલાવતા હરજીભાઈ સવજીભાઈ ખાંભડીયાનો સંપર્ક દલાલ ભુપત કથીરીયા મારફતે મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના નરેશ કાતરીયા સાથે થયો હતો. શરૂઆતમાં નાના સોદાઓમાં સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ 45 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપવામાં આવી હતી. જો પેમેન્ટમાં વિલંબ થાય તો માસિક 1.5 ટકાના દરે ચાર્જ ચૂકવવાની લાલચ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
📲Get App