🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Aug 2026, 03:48 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે પર્યાવરણ જતન, જળ સંચય અને સામાજિક કલ્યાણના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત કોબા તળાવ પરિસર ખાતે ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવાના તેમજ પર્યાવરણ તથા જૈવવિવિધતાના સંરક્ષણ માટેના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વરસાદી પાણીના સંગ્રહ માટેના 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત કોબા તળાવ ખાતે તૈયાર કરાયેલા રિચાર્જ વેલની મુલાકાત લીધી હતી તેમજ વરસાદી પાણીને વૈજ્ઞાનિક રીતે ફિલ્ટર કરીને ભૂગર્ભ જળસ્તરમાં ઉતારવા માટેની GMC Recharge Well-B સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સ્ટેટ કેપિટલના સ્થાપના દિવસની ઉજવણીના આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ-સહાય, કુપોષણ નાબૂદીના ઉદ્દેશથી પોષણ કિટ, વિદ્યાર્થીઓને પુસ્તક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગર શહેરની સ્વચ્છતા માટે પ્રશંસનીય કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને ‘શ્રેષ્ઠ સફાઈ કર્મચારી’ તરીકે પ્રત્યેકને ₹10,000ના પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
📲Get App