🔥 TRENDING सदर अस्पताल में आउटसोर्स कर्मियों के क... Vishvvidhalay metro station band h aaj सिरसा रामलीला में अश्लीलता का आरोप: बज... मोदी राठौर युवा सेना के जिला अध्यक्ष न... ब्लड सेपरेटर मशीन की स्थापना पर जोर, 1... जियो-बीपी ने पेट्रोल ₹5 और डीजल ₹3 महं...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર મંડળના કર્મચારીઓની સતર્કતા અને ઈમાનદારીથી મુસાફરને રૂપિયા 60,000

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Oct 2026, 08:52 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર મંડળના કર્મચારીઓની સતર્કતા અને ઈમાનદારીથી મુસાફરને રૂપિયા 60,000ની કિંમતનું લેપટોપ, રોકડ રકમ તથા અન્ય સામાન સહિતની બેગ સુરક્ષિત પરત મળી


પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા અને ઈમાનદારીનું પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. તારીખ 10 ઑક્ટોબર, 2026ના રોજ ટ્રેન નંબર 12971ના કોચ નંબર B/5માં મુસાફરની છૂટી ગયેલી બેગ રેલવે કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને શોધી કાઢી અને સુરક્ષિત રીતે પરત સોંપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાંદ્રા ટર્મિનસથી સોનગઢ સુધી મુસાફરી કરી રહેલા એક મુસાફરની લેપટોપવાળી બેગ સોનગઢ સ્ટેશન પર ઉતરતી વખતે ટ્રેનમાં જ રહી ગઈ હતી. મુસાફર તરફથી જાણ કરવામાં આવતાં સોનગઢના સ્ટેશન માસ્ટરે સિહોર જંકશનના સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. ત્યારબાદ પોઇન્ટ્સમેન શ્રી રાકેશ પરમારે ટ્રેનના કોચમાં શોધખોળ કરીને બેગ શોધી કાઢી અને સ્ટેશન માસ્ટરની કચેરીમાં જમા કરાવી હતી.
બેગમાં આશરે રૂપિયા 60,000ની કિંમતનું લેપટોપ, રોકડ રકમ, પાકીટ, ચાર્જર તથા અન્ય મહત્ત્વપૂર્ણ સામાન હતો. જરૂરી પૂછપરછ અને ખરાઈ કર્યા બાદ મુસાફરને તેની બેગ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવી હતી. મુસાફરે રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી અને ઈમાનદારીની પ્રશંસા કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ સંબંધિત કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરતાં તેને મુસાફર સેવા અને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું.
ભાવનગરના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ પણ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને મુસાફર સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા તથા સેવા, ઈમાનદારી અને વિશ્વાસનાં મૂલ્યો જાળવી રાખવા માટે સતત પ્રતિબદ્ધ છે.
📲Get App