🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા નદીમાં 600 ક્ષમતાવાળી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમેરાયું નવું આકર્ષણ

નર્મદા નદીમાં 600 ક્ષમતાવાળી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમેરાયું નવું આકર્ષણ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 04 Aug 2026, 05:12 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટનને નવી દિશા આપવા નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી આધુનિક ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જરૂરી મંજૂરીઓ પૂર્ણ થયા બાદ આ સેવા ટૂંક સમયમાં શરૂ થશે.
નવી ક્રૂઝમાં નદી પ્રવાસ ઉપરાંત લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, જન્મદિવસની ઉજવણી અને અન્ય ખાનગી સમારંભોનું આયોજન કરી શકાશે. 250 લોકો માટે ડાઇનિંગ સુવિધા, વિશાળ સ્ટેજ અને આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ક્રૂઝ હાલની 200 ક્ષમતાવાળી ક્રૂઝ કરતાં વધુ વિશાળ અને સુવિધાસભર છે.
નર્મદા નદીના મનોહર વાતાવરણ વચ્ચે ક્રૂઝ પ્રવાસનો અનોખો અનુભવ પ્રવાસીઓને મળશે, જ્યારે વિવિધ આયોજનો માટે પણ આ ક્રૂઝ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ નવી સુવિધાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વસ્તરીય પર્યટનને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
📲Get App