🔥 TRENDING पाकुड़ में जिला स्तरीय युवा संसद व विक... Ranbir Kapoor and Yash Raj Films' 'Ram... Maharashtra Drafts Investor‑Friendly M... Another Woman Arrested from Haryana in... Heavy Rain Sweeps Maharashtra, Feature... Mizoram landowners lift road blockade...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

પુષ્ય નક્ષત્રમાં શુદ્ધ સોનાની ખરીદીમાં 60% વધારો, લગડી વેચાણમાં તેજી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 Nov 2026, 10:45 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુષ્ય નક્ષત્ર અને સોનાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ગ્રાહકોનું શુદ્ધ સોનામાં રોકાણ વધ્યું, લગડી વેચાણ ગયા વર્ષ કરતાં 60 ટકા વધ્યું.

ગણતરી મુજબ આ વર્ષ પુષ્ય નક્ષત્ર દરમિયાન શુદ્ધ સોનાની ખરીદીમાં સૌથી મોટો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કલામંદિર જ્વેલર્સના ઓનર મિલન શાહે જણાવ્યું કે, રવિ પુષ્ય નક્ષત્ર અને સોનાના ભાવમાં છેલ્લા દિવસોમાં થયેલા ઘટાડાને કારણે ગ્રાહકની માંગમાં વધારો થયો છે.

લગ્નસરાની ખરીદી, દાગીનાની સાથે લગડીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની તુલનામાં લગડીનું વેચાણ 60 ટકા વધ્યું છે, જે ગ્રાહકોની સુરક્ષિત રોકાણની ઇચ્છા દર્શાવે છે.

મેકિંગ ચાર્જિસથી બચવા માટે લોકો 24 કેરેટ શુદ્ધ સોનામાં નાણાં સુરક્ષિત કરી રહ્યા છે, જે આ સમયગાળા દરમિયાન સોનાના બજારમાં સકારાત્મક ગતિ દર્શાવે છે.
📲Get App