🔥 TRENDING બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-... Complaint Filed Against Parvesh Verma...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર: નિર્મા ચોકડી પાસેથી ખાનગી બસમાંથી વિદેશી દારૂ સાથે 6 શખ્સો ઝડપાયા, ₹21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર: નિર્મા ચોકડી પાસેથી ખાનગી બસમાંથી વિદેશી દારૂ સાથે 6 શખ્સો ઝડપાયા, ₹21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Makvana Jaydip 🗓 09 Sep 2026, 02:16 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ મથકના સ્ટાફે હાઈવે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સનેશ ગામ નજીક આવેલી નિર્મા ચોકડી પાસેથી ખાનગી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે 6 શખ્સોની ધરપકડ કરી કુલ ₹21,622 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે બસ અટકાવી કરાઈ તપાસ
મળતી વિગતો અનુસાર, વેળાવદર ભાલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવી રહેલી એક ખાનગી બસમાં ગેરકાયદે દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે નિર્મા ચોકડી નજીક વોચ ગોઠવી બસને અટકાવી તલાશી લેતા મુસાફરી કરી રહેલા 6 શખ્સો પાસેથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
નાસિક ધાર્મિક પ્રસંગે ગયા બાદ દારૂ ખરીદ્યો હતો
ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રના નાસિક ખાતે ધાર્મિક કામ સબબ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સ્થાનિક વાઇન શોપમાંથી પીવા માટે દારૂ અને બિયરનો જથ્થો ખરીદીને લાવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
જગદીશ હીરાભાઈ વાજા
કૌશલ કાંતિભાઈ પરમાર
રવિ શાંતિલાલ મકવાણા
અનંત ઠાકરશીભાઈ પરમાર
રાજેશ ઘુડાભાઈ મકવાણા
જીતેશ શાંતિલાલ ચૌહાણ
કબજે કરાયેલો મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂની 43 બોટલ તથા 14 બિયરના ટીન મળી કુલ ₹21,622 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેળાવદર ભાલ પોલીસે તમામ છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી લોકઅપ હવાલે કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App