🔥 TRENDING Herald Goa adopts tagline “Preserving... National CVD Summit 2026 Ends in Goa,... Sawant Blames Congress for Attacking E... India Office Leasing Surges to 54.4 M ... Russia Endorses India's Bid for Perman... Nagaland Dear Lottery Results Released...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ રેન્જે કાલાવડના હરીપરમાં 6 શંકાસ્પદ દૂધ ધંધાર્થીઓના ઘર અને ડેરીમાં 7,150 લીટર ભેળસેળયુક્ત દૂધ કબજે
Crime

રાજકોટ રેન્જે કાલાવડના હરીપરમાં 6 શંકાસ્પદ દૂધ ધંધાર્થીઓના ઘર અને ડેરીમાં 7,150 લીટર ભેળસેળયુક્ત દૂધ કબજે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Aug 2026, 08:52 AM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેન્જની ટીમે કાલાવડના હરીપર ગામમાં 6 શંકાસ્પદ દૂધ ધંધાર્થીઓના ઘર અને ડેરીમાં 7,150 લીટર ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર કબજે કરી કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

કાલાવડના હરીપર ગામમાં રાજકોટ રેન્જે શંકાસ્પદ દૂધ ધંધા ધરાવતા 6 વ્યક્તિઓના ઘર અને ડેરીમાં એકસાથે રેડ કરી મોટી કાર્યવાહી હાથ ધરાઈ.

તપાસમાં 7,150 લીટર ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાના પાવડર મળી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારિત કામગીરી કરવામાં આવી.

ફૂડ સેફ્ટી વિભાગે નમૂનાઓ લઈને શંકાસ્પદ જથ્થો કબજે કરી સીલ કર્યો, માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નાશ કરવામાં આવ્યો.

કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે, DIG ની નિર્લિપ્ત રાયની સૂચના બાદ આ કાર્યવાહી ભેળસેળ કરનારાઓ માટે કડક ચેતવણી સમાન છે.
📲Get App