🔥 TRENDING ଦେବଗଡ଼ ମହାବିଦ୍ୟାଳୟରେ ସାଇନ୍‌ ଏ ଡାଏ ଘୋଷଣ... दिल्ली में शैक्षणिक परियोजनाओं की सौगा... सुल्तान पोखर दुर्गा पूजा समिति द्वारा... अफजल शेख यांचा 'सकाळ' वृत्तपत्रातील का... ରାସ୍ତା ଉପରେ ଯୁବକଙ୍କୁ ଉଲଗ୍ନ କରି ନିସ୍ତୁକ... સેવાલિયા મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતની લાજપોર જેલમાંથી વધુ 6 મોબાઇલ ફોન અને એસેસરીઝ મળી આવ્યાં

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 09:44 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ DG સ્ક્વોડના દરોડા બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા, ત્યારે સ્થાનિક જેલતંત્ર દ્વારા કરાયેલી તપાસમાં વધુ મોબાઇલ ફોન અને ચાર્જર મળી આવ્યાં છે.

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. અમદાવાદની ટીમ દ્વારા દરોડો પાડી સુરક્ષાની પોલ ખોલ્યા બાદ સ્થાનિક જેલતંત્રે સતર્કતા દાખવી છે. જેલર દ્વારા વિવિધ યાર્ડ અને બેરેકોમાં અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન, એક બેરેકમાંથી વધુ 6 મોબાઇલ ફોન, 3 ચાર્જર, 4 બેટરી અને 1 ડેટા કેબલ મળી આવ્યા હતા. આ મામલે જેલ પ્રશાસને સચિન પોલીસ મથકે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવી છે.

આ નવી ઘટના પહેલાં અમદાવાદ સ્થિત જેલ DGની ખાસ સ્ક્વોડે લાજપોર જેલમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડયો હતો. તે સમયે સ્ક્વોડે 11 મોબાઇલ અને સિમકાર્ડ જપ્ત કરીને જેલની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી દીધી હતી. જેલમાં કેદીઓને સુવિધા સભર માહોલ પૂરું પાડવામાં આવતું હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી હતી. અધિકારીઓની રહેમનજર હેઠળ જેલની અંદર ગેરકાયદે સામગ્રી પહોંચતી હોવાનો મોટો ખુલાસો રાજ્ય કક્ષાએ થયો હતો.
📲Get App