🔥 TRENDING Delhi High Court asks Haryana to respo... Chhattisgarh Mineral Dept Seizes 21 Ve... Bastar Dussehra 2024: Chhattisgarh’s G... Odisha and Chhattisgarh Light Up Hocke... Bollywood Stars Speak Up on Mental Hea... IIFA Pays Tribute to Rekha, Citing Her...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધ્રાંગધ્રા તાલુકામાં શાળાની બસનું પતરું તૂટતાં 6 વર્ષના બાળકનું મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 11 Oct 2026, 01:32 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આજે સવારે એક દર્દનાક ઘટના બની, જેમાં શાળાની બસમાં જઈ રહેલા 6 વર્ષના બાળકનું બસના તળિયાનું પતરું તૂટી જતાં નીચે પટકાવાથી કરુણ મોત નીપજ્યું.

ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર નજીક આવેલી ઓમ શાંતિ વિદ્યાલયની શાળા બસમાં આજે સવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. ખંભડા ગામનો રહેવાસી અને ધોરણ 1 માં અભ્યાસ કરતો 6 વર્ષીય દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ સોલંકી શાળાએ જઈ રહ્યો હતો.

બસમાં મુસાફરી દરમિયાન અચાનક બસના તળિયાનું પતરું તૂટી ગયું હતું, જેના કારણે બાળક ચાલુ બસમાંથી નીચે પટકાયું હતું. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થતાં દિવ્યરાજસિંહનું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, શાળાની બસ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તેને નિયમિત રૂટ પર ચલાવવામાં આવી રહી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક વાલીઓ અને રહેવાસીઓમાં શાળા સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App