🔥 TRENDING Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped... RPF Recovers 29 Kilograms of Ganja Fro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના ઈસમને કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે રૂ. 55.40 લાખની ઓનલાઈન ઠગાઈ

વિરમગામના ઈસમને કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે રૂ. 55.40 લાખની ઓનલાઈન ઠગાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 02 Sep 2026, 02:56 PM 👁 179
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓન લાઈન ઠગાઈ

વિરમગામ: કેનેડાના વર્ક પરમિટના વિઝા અપાવવાના નામે અજાણ્યા મોબાઈલ નંબરો પરથી વોઈસ કોલ કરી પોતાનું નામ જી.બી. પ્રકાશ અને એમ-બી-સી કમિશન ઓફિસર તરીકે ઓળખ આપી એક વ્યક્તિ સાથે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, ખેમચંદભાઈ તુલસીભાઈ પરમાર, રહે. ગાંધીનગર સોસાયટી, વિરમગામના દીકરા ચીરાગના કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ વિઝા અપાવવાના નામે વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓ મારફતે RTGS, NEFT તથા UPI દ્વારા રકમ ટ્રાન્સફર કરાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, HDFC બેંક, વિરમગામ શાખાના ખાતામાંથી રૂ.42, 22,500, તેમજ SBI બેંક ખાતામાંથી રૂ. 8,75,137 સહિત અલગ-અલગ વ્યવહારો કરાવવામાં આવ્યા હતા. વધુમાં મહેન્દ્રા બેંક ખાતામાં તા. 15/04/2026થી 29/04/2026 દરમિયાન રોકડ સહિતની રકમ પણ લેવામાં આવી હતી.
આ રીતે ફરિયાદી પાસેથી કુલ રૂ. 55,40,637 જેટલી રકમ વિઝા અપાવવાના નામે પડાવી લઈ ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ મામલે ફરિયાદીના જણાવ્યા આધારે બે અજાણ્યા શખ્સો તથા જી.બી. પ્રકાશ, એમ-બી-સી કમિશન ઓફિસર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વિરમગામ ટાઉન પોલીસે ધ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2008ની કલમ 66C અને 66D તથા BNSની કલમ મો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App