🔥 TRENDING ચૂંટણી પંચમાં વોટ ચોરી અને અનિયમિતતાઓ... হলদিয়া নন্দীগ্রাম ওয়াটার মেট্রো চালু Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 55 માર્ગો અવરોધાયા
Local

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 55 માર્ગો અવરોધાયા

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 31 Jul 2026, 07:06 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડાંગ જિલ્લામાં છેલ્લા 10 કલાકમાં સરેરાશ 142 મી.મી વરસાદ નોંધાયો, જેના કારણે 55 માર્ગો અવરોધાયા છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા 10 કલાકમાં સરેરાશ 142 મી.મી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે, સાંજના 4:30 વાગ્યાની સ્થિતિમાં, જિલ્લામાં કુલ 55 માર્ગો અવરોધાયા છે. આમાં પંચાયત હસ્તકના 53 માર્ગો અને વન વિભાગના 2 માર્ગોનો સમાવેશ થાય છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. મહાલ એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેથી તેઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

જિલ્લામાં કોઇપણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો નાગરિકોએ ડાંગ જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર 02631 220347, વૈકલ્પિક નંબર 6355820252 અને ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક સાધવા માટે જણાવ્યું છે.
📲Get App