🔥 TRENDING जंतर-मंतर पर विरोध प्रदर्शन: विभिन्न म... सुमेरपुर मुख्य बाजार में पटाखों की दुक... IBPS PO Mains Result 2026 to Be Publis... Goa Orders Release of Six BJP Workers Six killed in separate road accidents... Protest Outside Kunal Kamra's Hyderaba...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદમાં અગ્રસેન મહારાજના 5150મા જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

✍️ Reporter: Pankaj Pandit 🗓 12 Oct 2026, 07:58 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદમાં અગ્રસેન મહારાજના 5150મા જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો : રાસ-ગરબા, ધાર્મિક ભજનો અને ભવ્ય શોભાયાત્રામાં ‘મહારાજા અગ્રસેન મહારાજની જય’ના જયઘોષથી નગર ગુંજી ઉઠ્યું



આસો સુદ એકમ એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસે ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા સમાજના કુલપ્રવર્તક મહારાજા અગ્રસેન મહારાજના 5150મા જન્મોત્સવની ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા-આરતી, ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન્મોત્સવના કાર્યક્રમનો પ્રારંભ સવારે 11 વાગ્યે વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે સમાજના વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગીતા મંદિર ખાતે મહારાજા અગ્રસેન મહારાજની આરતી અને પૂજા કરવામાં આવી હતી. મહારાજા અગ્રસેન મહારાજની છબીને રથમાં પધરાવી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શોભાયાત્રા ગીતા મંદિરથી પ્રસ્થાન કરી મોચી દરવાજા, વડબજાર, ભરત ટાવર, બસ સ્ટેશન, આંબેડકર ચોક અને સ્વર્ણિમ સર્કલ થઈ પરત ગીતા મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન રાસ-ગરબા અને ધાર્મિક ભજનોની રમઝટ જામી હતી. અગ્રવાલ સમાજના કુલપ્રવર્તક મહારાજા અગ્રસેન મહારાજની જય-જયકારના નાદથી સમગ્ર નગર ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું.

*બસ સ્ટેશન ખાતે મહારાજા અગ્રસેનની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયો*

શોભાયાત્રા દરમિયાન બસ સ્ટેશન ખાતે શ્રી અગ્રવાલ સેવાસંઘ દ્વારા વર્ષોથી અવિરતપણે આપવામાં આવતી નિઃશુલ્ક ઠંડા પાણીની સેવાના સ્થળે મહારાજા અગ્રસેન મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના સભ્યોએ મહારાજા અગ્રસેન મહારાજને ભાવપૂર્વક વંદન કરી તેમના આદર્શોને યાદ કર્યા હતા.
વણકતલાઈ હનુમાનજી મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદી
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે મહારાજા અગ્રસેન મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અગ્રવાલ સેવાસંઘના પ્રમુખ પંકજ અગ્રવાલે સમાજની એકતા, સંગઠન અને પરસ્પર સહકારના મહત્ત્વ પર ભાર મૂકતાં કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
અગ્રસેન મહારાજના જન્મોત્સવનું સમગ્ર આયોજન શ્રી અગ્રવાલ સેવાસંઘ, શ્રી અગ્રવાલ યુથ ક્લબ તથા શ્રી અગ્રવાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સભ્યો, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહાપ્રસાદી ગ્રહણ કરી હતી. ત્યારબાદ સૌ હર્ષોલ્લાસ સાથે છૂટા પડ્યા હતા.
📲Get App