🔥 TRENDING राज्य स्तरीय भाषा यात्रा: मातृभाषा, सं... Bghjfmhfjhgt বিলোনিয়ায় গাড়ি ধাক্কায় এক ব্যক্তি... ਰੋਪੜ ਸਰਕਾਰੀ ਹਸਪਤਾਲ ਵਿੱਚ ਡਾਕਟਰਾਂ ਦੀ ਗੈਰ... Delhi Police Protest: Officers Demand... Bathinda AQI Hits 737, Faridkot 692: P...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બોટાદ એસીબીની લાલ આંખ: ગઢડામાં મિલકત નામે ચડાવવા રૂ. 5,000ની લાંચ લેતો સર્વેયર રંગેહાથ ઝડપાયો.

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 03 Nov 2026, 08:30 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એક જાગૃત નાગરિકે પોતાની મિલકત પોતાના નામે નોંધવા માટે ગઢડા સ્થિત જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં નિયમાનુસાર અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કામગીરી કરવાના બદલામાં કચેરીના સર્વેયર વર્ગ-3 શૈલેષભાઈ ધીરૂભાઈ જાદવ (ઉ.વ. 32) દ્વારા ફરિયાદી પાસે રૂ. 5,000/- ની ગેરકાયદે લાંચની માંગણી કરવામાં આવી હતી.

બોટાદ:
ગઢડા ખાતે આવેલી જમીન દફ્તર નિરીક્ષક (DILR) કચેરીમાં ફરજ બજાવતા સર્વેયરને રૂ. 5,000ની લાંચ લેતા બોટાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત:
એક જાગૃત નાગરિકે પોતાની મિલકત પોતાના નામે નોંધવા માટે ગઢડા સ્થિત જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં નિયમાનુસાર અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કામગીરી કરવાના બદલામાં કચેરીના સર્વેયર વર્ગ-3 શૈલેષભાઈ ધીરૂભાઈ જાદવ (ઉ.વ. 32) દ્વારા ફરિયાદી પાસે રૂ. 5,000/- ની ગેરકાયદે લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સીધો બોટાદ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
એસીબીનું છટકું અને ધરપકડ:
ફરિયાદના આધારે બોટાદ એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. દરજી અને તેમની ટીમે ગઢડા જમીન દફ્તર નિરીક્ષકની કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. કામ અર્થે ગયેલા ફરિયાદી પાસેથી આરોપી સર્વેયર શૈલેષભાઈ જાદવે રૂ. 5,000/- ની માંગણી કરી નાણાં સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને સ્થળ પરથી જ દબોચી લીધો હતો.
તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રૂ. 5,000/- કબ્જે કરવામાં આવી છે. એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સરકારી કચેરીમાં સામાન્ય નાગરિક પાસેથી નાણાં પડાવતા લાંચિયા કર્મચારી પર એસીબી ત્રાટકતાં લાંચિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App