🔥 TRENDING Tripura Motor Workers' Delegation Depa... LPU Violence Case Moves to Punjab and... Congress councillors stage dharna in A... ରେଭେନ୍ସାରେ ଛାତ୍ରଙ୍କୁ ରାଗିଂ ଅଭିଯୋଗ ସହକାରୀ କାର୍ଯ୍ୟନିର୍ବାହୀ ଯନ୍ତ୍ରୀ ଶିଶିର କ... માંડવી પોલીસે ગાંજાના ૧૨ છોડ સાથે એક ઈ...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટના લોકમેળાનો પ્રથમ દિવસ, જુઓ આકાશી નજારો: 50 હજારથી વધુ લોકોએ રાઇડ્સ વગર મેળાની મજા માણી, આજથી ચકડોળ શરૂ થઈ શકે

રાજકોટના લોકમેળાનો પ્રથમ દિવસ, જુઓ આકાશી નજારો: 50 હજારથી વધુ લોકોએ રાઇડ્સ વગર મેળાની મજા માણી, આજથી ચકડોળ શરૂ થઈ શકે

✍️ Reporter: Dhadhal Jayeshbhai 🗓 03 Sep 2026, 07:06 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના પરંપરાગત લોકમેળામાં સતત બીજા વર્ષે મેળાનું ઉદ્ઘાટન થયા બાદ પણ યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી. 2 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે રાઈડ્સ વગર જ 50,000થી વધુ લોકોએ રાત્રિના 12 વાગ્યા સુધી મેળાની મજા માણી હતી. ખાણી-પીણી ઉપરાંત આઈસ્ક્રીમના સ્ટોલ પર લોકો

સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના પરંપરાગત લોકમેળામાં સતત બીજા વર્ષે મેળાનું ઉદ્ઘાટન થયા બાદ પણ યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી. 2 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે રાઈડ્સ વગર જ 50,000થી વધુ લોકોએ રાત્રિના 12 વાગ્યા સુધી મેળાની મજા માણી હતી.

ખાણી-પીણી ઉપરાંત આઈસ્ક્રીમના સ્ટોલ પર લોકો ઉમટી પડ્યા હતાં. સાથે બાળકોએ રમકડાંના સ્ટોલ અને મહિલાઓએ ગ્રોસરી તેમજ હેન્ડીક્રાફ્ટ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ મેળાનો આનંદ લૂંટ્યો હતો.

પહેલા દિવસે મોડીરાત સુધી ભીડ રહી

આજે લોકમેળાનો બીજો દિવસ છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ખાસ તેમના દર્શકો માટે મેળાના પ્રથમ દિવસના આકાશી દૃશ્યો બતાવી રહ્યું છે. પ્રથમ દિવસે યાંત્રિક રાઇડ્સ બંધ હોવા છતાં લોકો પરંપરાગત લોકમેળાની મજા માણતા જોવા મળ્યા હતા અને 50,000થી વધુ લોકોએ મોડીરાત સુધી મેળાની મુલાકાત લીધી હતી.

સેફ્ટીને ધ્યાને રાખી આજે મંજૂરી મળે તેવી સંભાવના રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળાને સફાઈ કામદાર મહિલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, પરંતુ યાંત્રિક રાઈડસના સંચાલકોને લાયસન્સ ઇસ્યુ કરવામાં ન આવતા યાંત્રિક રાઇડ્સ બંધ અને મેળો ચાલુ રહ્યો હતો. આજે સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના અભિપ્રાય બાદ પોલીસ દ્વારા રાઇડ્સમાં સંચાલકોને યાંત્રિક રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે, સતત બીજા વર્ષે ઉદ્ઘાટનના દિવસે રાઇડ્સ બંધ રહેતા સંચાલકો અને મેળો મ્હાલવા આવતા લોકોમાં જરૂરથી નિરાશા જોવા મળી રહી હતી. કારણ કે, મોટાભાગના લોકો મેળામાં રાઇડ્સની સફર કરવા માટે આવે છે.

લોકો સૌથી વધુ સાતમ-આઠમમાં લોકોની ભીડ રહે ઉલ્લેખનીય છે કે, આજે સાતમનો દિવસ છે એટલે કે લોકમેળામાં મોટાભાગે લોકો સાતમ-આઠમ બે દિવસ સૌથી વધુ મજા માણવા આવતા હોય છે. આજ દિવસે રાઇડ્સ બંધ રહે તો રાઇડ્સ સંચાલકોને પણ ક્યાંકને ક્યાંક આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.
📲Get App