અમદાવાદના રબારીકોલોની પાસે હિટ એન્ડ રન: પૂરપાટ આવતી આઈસરે 50 વર્ષીય આધેડનું ઉડાવ્યા,
Watch on:
📘 Facebook
અમદાવાદમાં હિટ એન્ડ રનનો કરુણ બનાવ: રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે આઈસરની ટક્કરે 50 વર્ષીય આનંદભાઈ સક્સેનાનું મોત
અમદાવાદ: શહેરમાં બેફામ વાહનચાલકોના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાનો વિષય બની રહી છે. ત્યારે રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની એક કરુણ ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસર ગાડીના ચાલકે રસ્તા પરથી પગપાળા પસાર થઈ રહેલા 50 વર્ષીય આનંદભાઈ સુદામા સક્સેનાને જોરદાર ટક્કર મારી હતી.
મળતી માહિતી મુજબ, આનંદભાઈ સક્સેના રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસરના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આનંદભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક વ્યક્તિએ જીવ ગુમાવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પોલીસ તપાસ અંગે અપડેટ: આઈસર ચાલકની ઓળખ, અકસ્માત બાદ તે સ્થળ પર રોકાયો હતો કે ફરાર થયો હતો, તેમજ પોલીસ ફરિયાદ અને આગળની કાર્યવાહી અંગેની વિગતોની સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ વધુ માહિતી ઉમેરવામાં આવશે.
એક નિર્દોષનો જીવ ગયો, હવે સવાલ એ છે કે બેફામ ગતિએ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે?