🔥 TRENDING भोपाल में सीबीआई ने 2 लाख रुपये की रिश... ബസ്സും സ്കൂട്ടറും കൂട്ടിയിടിച്ച് അപകടം... भोपाल में सीबीआई ने 2 लाख रुपये की रिश... Yingkiong Town on High Alert as Anti-D... Arunachal Congress Rejects Forced Sian... Record-Breaking Rains Flood Jammu; Dep...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતમાં વરાછાના 50થી વધુ કારીગરોને રવિવારની રજા માંગતા નોકરીમાંથી છૂટા કરાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 05:11 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વરાછા વિસ્તારમાં નવા લેબર કાયદા હેઠળ સાપ્તાહિક રજાની માંગણી કરનાર 50થી વધુ કારીગરોને ત્રણ એમ્બ્રોઇડરી કારખાનામાંથી છૂટા કરી દેવાયા છે. દિવાળી પહેલાં જ રોજગારી છીનવાતાં શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા વરાછા વિસ્તારમાં દિવાળીના તહેવાર પહેલાં જ શ્રમિકો સાથે અન્યાયની મોટી ઘટના સામે આવી છે. નવા લેબર કાયદાના નિયમો અનુસાર સાપ્તાહિક (રવિવારની) રજાની માંગણી કરવા બદલ વરાછાના ત્રણ એમ્બ્રોઇડરી કારખાનામાંથી 50થી વધુ કારીગરોને એકઝટકે છૂટા કરી દેવામાં આવ્યા છે. રોજિંદા ક્રમ મુજબ કારીગરો સવારે નોકરી પર પહોંચ્યા ત્યારે માલિકોએ અચાનક જ તમામનો હિસાબ પતાવી સેલેરી ચૂકવી દીધી હતી અને કાલથી નોકરી પર ન આવવાનું ફરમાન સંભળાવી દીધું હતું. તહેવાર ટાણે જ અચાનક રોજીરોટી છીનવાઈ જતાં શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

કારીગરોના જણાવ્યા મુજબ, સરકારના નવા લેબર નિયમો પ્રમાણે તેઓ કાયદેસરની રવિવારની સાપ્તાહિક રજા માંગી રહ્યા હતા. જોકે, કારખાનેદારોએ આ માંગ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. માલિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે રવિવારે કોઈપણ સંજોગોમાં રજા મળશે નહીં; જો કામ કરવું હોય તો આ શરતે જ કરો, નહીંતર હિસાબ લઈને વતન ભેગા થઈ જાઓ.

કારીગરોનું કહેવું છે કે માલિકો મજૂરોને ગુલામ સમજીને દબાવી રાખવા માંગે છે, પરંતુ પોતાના હકની લડાઈમાં તેઓ નમતું જોખવા તૈયાર નથી. આ ઘટનાને પગલે સ્થાનિક શ્રમિક આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
📲Get App