🔥 ट्रेंडिंग हेराल्ड गोवा ने अपनाया नया नारा “Prese... राष्ट्रीय CVD सम्मेलन 2026 गोवा में सम... सावंत ने कांग्रेस पर चुनावी हार के बाद... भारत में कार्यालय किराया 54.4 मिलियन व... रूस ने भारत की स्थायी यूएन सुरक्षा परि... नागालैंड डियर लॉटरी परिणाम 25 सितंबर 2...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના કતારગામ ટેનામેન્ટમાં મચ્છરજન્ય રોગચાળો: 50થી વધુ બાળકો ગંભીર બીમારીઓમાં
स्थानीय

સુરતના કતારગામ ટેનામેન્ટમાં મચ્છરજન્ય રોગચાળો: 50થી વધુ બાળકો ગંભીર બીમારીઓમાં

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 19 सित. 2026, 11:20 PM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં વરસાદ બાદ કતારગામ વિસ્તારના ગોટાલાવાડી ટેનામેન્ટમાં 50થી વધુ બાળકો વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયામાં પટકાતા જોવા મળ્યા, મચ્છર અને ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાયો.

સુરત શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબૂ બનતાં સ્થિતિ ચિંતાજનક બની છે. કતારગામ વિસ્તારના ગોટાલાવાડી સ્થિત સરકારી આવાસ/ટેનામેન્ટ પરિસરમાં અચાનક 40થી 50થી વધુ બાળકો વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓમાં પટકાતા સમગ્ર પરિસરમાં ફફડાટ ફેલાયો છે.

બાળકોની સાથે-સાથે વડીલો અને યુવાનો પણ ચિકનગુનિયા તથા અસહ્ય સાંધાના દુખાવાની ઝપેટમાં આવી ગયા છે. પરિસરમાં વરસાદી તેમજ ગંદા પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક ક્લિનિકો અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

ઓવરફ્લો ટાંકા અને ગંદા પાણીથી મચ્છરોનું સામ્રાજ્ય ટેનામેન્ટના સ્થાનિક રહીશ હંસાબેન મહેશભાઈ સોલંકીએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અહીં 1304 જેટલા પરિવારો વસવાટ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં મકાન સોંપાયા ત્યારથી જ ગટર અને પાણીના નિકાલની સમસ્યા છે. ધાબા પર મુકેલા ટાંકાનું ઓવરફ્લો પાણી સીધું રોડ પર વહે છે, જેના કારણે ચારેય તરફ ગંદકી અને મચ્છરો પેદા થઈ રહ્યા છે.

50થી પણ વધુ બાળકો ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. અમે ઓનલાઇન અસંખ્ય ફરિયાદો કરવા છતાં પાલિકાનો એક પણ કર્મચારી મુલાકાતે આવ્યો નથી. આસપાસ બનેલા મોલ અને કરોડોની હાઈરાઇઝ બિલ્ડિંગો સામે પાલિકા આંખ આડા કાન કરે છે અને ગરીબ-શ્રમજીવી પરિવારોને નોટિસો આપી પરેશાન કરે છે.
📲Get App