🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા ખેડૂતોએ 50 વર્ષથી વળતર માટે રાહ જોયા, કેસો કચેરીમાં અટવાયા..
Local

સાબરકાંઠા ખેડૂતોએ 50 વર્ષથી વળતર માટે રાહ જોયા, કેસો કચેરીમાં અટવાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Sep 2026, 04:58 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુર તાલુકાના 35 ગામોના ખેડૂતોએ વળતર માટે 50 વર્ષથી રાહ જોયા બાદ, તેમના કેસો કચેરીમાં અટવાયેલા હોવાનો આક્ષેપ કર્યો..

સાબરકાંઠામાં-:
વાત્રક યોજના પૂર્ણ થયા પછી 50 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, માલપુર તાલુકાના ખેડૂતોને ડૂબમાં ગયેલી જમીન માટે વળતર મળ્યું નથી.અસરગ્રસ્ત આશરે 35 ગામોના વળતરના કેસો વર્ષોથી કચેરીમાં અટવાયેલા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક કેસો છેલ્લા 40 વર્ષથી કચેરીમાં જ પડ્યા છે, અને બાકી રહેલા કેસો બાયડ કોર્ટમાં મોકલવામાં આવતા નથી, એમ ખેડૂતો કહે છે..

અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં, અસરગ્રસ્ત ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. 4થી વધુ ગામના સ્થાનિકો પોતાની રજૂઆત લઈને કચેરીએ પહોંચ્યા હતા.વર્ષોથી વળતરની રાહ જોઈ રહેલા ખેડૂતો દ્વારા હવે બાકી રહેલા કેસોમાં ઝડપી કાર્યવાહી કરી વળતર અપાવવાની માંગ કરવામાં આવી છે, અને તેઓ આશા રાખે છે કે કોર્ટમાં કેસો મોકલવામાં આવે તો વળતર મળવાની શક્યતા વધશે.
📲Get App