🔥 TRENDING शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,... Char Dham Yatra Resumes in Uttarakhand... Uttarakhand Launches 2026 STI Policy,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની ગાયથી બનેલી પર્યાવરણમિત્ર ગણેશ મૂર્તિઓ, 50-1800 રૂપિયાની કિંમતે
Local

સુરતની ગાયથી બનેલી પર્યાવરણમિત્ર ગણેશ મૂર્તિઓ, 50-1800 રૂપિયાની કિંમતે

✍️ Reporter: Dhaval Maheta 🗓 12 Sep 2026, 12:27 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્રમાં ગાયના ગોબર અને ગૌમૂત્રથી બનાવેલી કુદરતી ગણેશ મૂર્તિઓ તૈયાર થઈ રહી છે, જે 3 ઇંચથી 2.5 ફૂટ સુધીની સાઈઝમાં અને 50 થી 1800 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.

આગામી ગણેશોત્સવને લઈને સુરત સહિત સમગ્ર રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને માટીની મૂર્તિઓના વિકલ્પ રૂપે હવે પ્રકૃતિપ્રેમીઓ માટે સંપૂર્ણ કુદરતી અને "સુપર ઈકો-ફ્રેન્ડલી’ ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે.

કામરેજના વાવ-જોખા રોડ પર આવેલા "સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્ર’ દ્વારા ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને વિશેષ ગોમય ગણેશજીની પ્રતિમાઓ નિર્માણ કરવામાં આવી છે, જે વિસર્જન બાદ પણ પર્યાવરણ અને જળચર જીવો માટે વરદાનરૂપ સાબિત થશે. સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્રના અશ્વિન બલદાણિયા અને તેમની ટીમ છેલ્લાં પાંચ વર્ષથી 50 જેટલી ગાયોનું જતન કરી વિવિધ ગૌ-ઉત્પાદનો બનાવે છે.

આ વર્ષે તેમણે ખાસ ગોમય ગણેશ મૂર્તિઓ બનાવી છે. આ મૂર્તિઓ બનાવવા માટે ગાયના ગોબરના ઝીણા પાઉડરમાં નેચરલ ગમ (કુદરતી ગુંદર) ભેળવીને મોલ્ડમાં ઢાળવામાં આવે છે.

મૂર્તિઓને સુશોભિત કરવા માટે માત્ર વોટર-બેઝ્ડ અને કેમિકલ-ફ્રી રંગોનો જ ઉપયોગ કરાયો છે.

આ મૂર્તિઓ 3 ઈંચથી લઈને 2.5 ફૂટ સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે, જેની કિંમત સામાન્ય નાગરિકો માટે રૂ. 50 થી રૂ.1800 સુધીની વાજબી રાખવામાં આવી છે.
📲Get App