🔥 TRENDING Florence Pugh's East of Eden Scene Lea... Doraemon: Castle of the Undersea Devil... IMD Forecasts Heavy Showers Over Andhr... Kerala to Introduce Draft Law for Seni... Kerala Gold Prices Rise on 5th Oct 202... Kishan Reddy Calls on Farmers to Join...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરામાં સ્વચ્છતા સંકલ્પ પત્ર અભિયાન: 5-6 લાખ ફોર્મ ભરાવવાનો લક્ષ્ય

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 05 Oct 2026, 07:38 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા મહાનગર પાલિકા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 10 નવેમ્બર સુધી 5-6 લાખ સંકલ્પ પત્રો ભરાવવાનો હેતુ રાખી રહી છે, જેમાં કર્મચારીઓ અને કચરા ગાડી ડ્રાઈવરોને પણ જોડવામાં આવ્યા છે.

વડોદરા મહાનગર પાલિકા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરને સુંદર બનાવવા માટે 10 નવેમ્બર સુધી 5-6 લાખ સ્વચ્છતા સંકલ્પ પત્રો ભરાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.

કોર્પોરેશનના કર્મચારીઓને વોર્ડ દીઠ રોજના 300-400 ફોર્મ ભરાવવાનું લક્ષ્ય અપાયું છે. સુપરવાઈઝર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને MPW સ્ટાફ સવારે 9:30 થી આ કામગીરીમાં જોડાય છે.

ટાર્ગેટ પૂરો કરવા માટે ડોર-ટુ-ડોર કચરા ગાડી ડ્રાઈવરોને પણ ઝુંબેશમાં જોડવામાં આવ્યા છે. તેઓ ઘરે ઘરે જઈ લોકોના નામ, સંપર્ક નંબર અને સોસાયટીની વિગતો સાથે ફોર્મ ભરાવી રહ્યા છે. વધુ વસ્તી ધરાવતી સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ખાસ ટીમો બનાવી સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે.

પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે વોર્ડ ઓફિસો મારફતે સ્કૂલોમાં પણ સંકલ્પ પત્રો મોકલ્યા છે. વિદ્યાર્થીઓને આ પત્રો આપી વાલીઓ પાસે ભરાવી પરત મંગાવવામાં આવી રહ્યા છે. સંકલ્પ પત્રમાં મુખ્ય પાંચ મુદ્દાઓ છે: 1. કચરાનું સેગ્રીગેશન કરીશ 2. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરીશ 3. મારું ઘર અને શેરી સ્વચ્છ રાખીશ 4. સફાઈ મિત્રોનું સન્માન કરીશ 5. શહેરને સ્વચ્છ રાખવામાં જવાબદાર નાગરિક તરીકે ભાગીદાર બનીશ.
📲Get App