🔥 ट्रेंडिंग Indian Designer Rahul Agrawal Secures... बिहार में जमीन विवाद के कारण छोटे भाई... भोपाल नगर निगम परिषद में विवाद: भाजपा... ରବିବାର ଓଡ଼ିଶା ଆସୁଛନ୍ତି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋ... India and Poland sign major bilateral... આરસુરી અંબાજી મંદિરમાં 34મો પાટોત્સવ:...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ઉનાવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તીન-પત્તી જુગાર રમતા 5 ઇસમોને 59,500 રૂપિયાના મુદામાલ સાથે પકડ્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 अक्टू. 2026, 01:10 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશન હદમાં આવેલા આનંદપુરામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તીન-પત્તીનો જુગાર રમી રમાડતાં પાંચ ઇસમોને રોકડ રકમ, ગંજીપાના, મોબાઈલ અને કોઇન સાથે ઝડપી પાડ્યા છે..

મહેસાણામાં-:
જુગારની પ્રવૃતિઓ પર કડક કામગીરી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકીએ સતત પેટ્રોલિંગ રાખવા સૂચના આપી હતી.આ સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની અલગ-અલગ ટીમો બનાવી જાહેરમાં જુગાર રમી રમાડતા ઇસમો પર નજર રાખવાનું કામ શરૂ કર્યું હતું.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ. રાઠોડ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશ માનસંગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ આકાશકુમાર પથુભાઈ સહિતની ટીમ ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી..

ત્યારે પોલીસ કોન્સ્ટેબલ આકાશકુમાર પથુભાઈ અને સચીનકુમાર શીવરામભાઈને બાતમીદારો દ્વારા માહિતી મળી કે ઉનાવાના આનંદપુરામાં ચૌધરી રામજીભાઈ વીહાભાઈ પોતાના ઘરની પાછળ ખુલ્લી જગ્યાએ બહારથી લોકોને બોલાવીને તીન-પત્તીનો જુગાર રમી રમાડી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઇડ કરીને પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં ચૌધરી રામજીભાઈ વીહાભાઈ (રહે. આનંદપુરા, ઉનાવા),પ્રવિણભાઈ બનવારીલાલ તુલસાજી મારૂ (રહે. રાધાકૃષ્ણ સોસાયટી, મહેસાણા),વાલજીભાઈ ભીખાભાઈ દેવજીભાઈ ચૌધરી (રહે. આનંદપુરા, ઉનાવા), ઇશ્વરભાઈ ભેમજીભાઈ કેશરભાઈ ચૌધરી (રહે. તાવડીયા, ટેબા) અને જગદીશભાઈ અમરતભાઈ કામરાજભાઈ પ્રજાપતિ (રહે. પાંચોટ, કોઢવા વાસ)નો સમાવેશ થાય છે.આરોપીઓ પાસેથી રોકડ રૂ. 19,500, 52 ગંજીપાના, 4 મોબાઈલ (કિંમત રૂ. 40,000), પાથરણું, વાદળી રંગનું ગોળ બોર્ડ અને 133 પ્લાસ્ટિકના કોઇન મળી કુલ રૂ. 59,500 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ઉનાવા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App