🔥 TRENDING નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્ય... નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્ય... एस.वी.एम. पब्लिक स्कूल में विधिक जागरू... अवैध शराब बनाने वालों पर पुलिस का शिकं... *जिला विधिक सेवा प्राधिकरण, ब्यावर* प्... वाराणसी की पाक विरासत का स्वादिष्ट परि...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નારોલમાં આગનો તાંડવ! ભંગારનાં બે ગોડાઉન આગની ઝપેટમાં, ફાયર બ્રિગેડ ની 5થી વધુ ગાડીઓ દોડી.

✍️ Reporter: Hitesh S Gumrani 🗓 26 Nov 2026, 09:04 AM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી
ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
ભંગારના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. આગના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે પણ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોખંડ સહિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમા

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર પહોંચ્યા ત્યારે આગ વિકરાળ બની ચૂકી હતી એક આખા ગોડાઉનમાં લોખંડ સહિત પ્લાસ્ટિક તેમજ અલગ અલગ સામાન ભંગારમાં આગ લાગી ચૂકી હતી બાજુના અન્ય ગોડાઉનમાં પણ આગ લાગી હતી.

જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. 30 થી 35 મિનિટમાં આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે
📲Get App