🔥 TRENDING मोकामा विधायक अनंत सिंह का जबरदस्त रोड... નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોટીલામાં... मोकामा विधायक अनंत सिंह का जबरदस्त रोड... ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામન... આઝાદ મેદાનમાં ભક્તિમય માહોલ, પત્રકારોએ... कुशलगढ़ में प्रधानमंत्री आवास योजना की...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

મહીસાગરમાં શ્રમિકો માટે માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન, લુણાવાડામાં અન્નપૂર્ણા કેન્દ્રનો પ્રારંભ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 16 Oct 2026, 09:48 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

ગુજરાતના વિકાસના સાચા ઘડવૈયા સમાન બાંધકામ શ્રમિકો માટે મહીસાગર જિલ્લામાંથી એક અત્યંત પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે.

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી.સી. બરંડાના હસ્તે, જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ નવા ભોજન વિતરણ કેન્દ્રનું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું.



‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રમિકોના પરસેવાનું સન્માન કરવું અને તેમને ગુણવત્તાયુક્ત પોષણ આપવું એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ યોજના હેઠળ, ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર 5 રૂપિયાના ટોકન દરે, શુદ્ધ, પૌષ્ટિક અને ગરમ ભોજન પૂરું પાડવામાં આવશે. લુણાવાડા ખાતે શરૂ થયેલા આ કાયમી કેન્દ્રથી સ્થાનિક અને કડિયાનાકા પર આવતા સેંકડો શ્રમિકોને રોજિંદી મોટી આર્થિક રાહત મળશે.



આ પ્રસંગે મંત્રીશ્રીએ શ્રમિકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની વિશેષ મુલાકાત પણ લીધી હતી. તેમણે સ્થળ પર પ્રાથમિક સારવાર, વિનામૂલ્યે દવાઓ અને આરોગ્ય તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને તમામ શ્રમિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો.

ઉલ્લેખનીય છે કે લુણાવાડા ઉપરાંત, સંતરામપુરના સરદાર પટેલ સર્કલ, બાલાસિનોરના નિશાળ ચોક, કડાણા ડેપો, ખાનપુરના બાકોર બસ ડેપો અને વીરપુરના 12 ગોળી ભાગોળ દરગાહ રોડ ખાતે પણ આ યોજનાના કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.


આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સહિત ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં શ્રમિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌને સ્નેહપૂર્વક ગરમ ભોજન પીરસવામાં આવ્યું હતું.

લુણાવાડાથી આ એક નવી પહેલ... શ્રમિકોના સન્માનની... અને પોષણની.
📲Get App