🔥 TRENDING Ellyse Perry Expresses Discontent Over... 45-acre land missing in Erravalli, Rev... Suresh Raina Hails Bhuvneshwar's Deser... OrissaPOST Publishes 'Learning to Reco... समस्तीपुर समेत उत्तर बिहार में बारिश क... ગુજરાતમાં ઉત્સાહભેર 'સેવા જ્યોતિ યાત્ર...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

વિરાટ કોહલીને 5 કરોડ આપીને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં બોલાવ્યાનો આરોપ, ટીમે કર્યો ખંડન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Oct 2026, 02:15 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજના આશ્રમને લઈને ચાલી રહેલા વિવાદમાં ફલાહારી મહારાજ દિનેશ શર્માએ વિરાટ કોહલીને 5 કરોડ રૂપિયા આપીને બોલાવ્યાનો આરોપ લગાવ્યો છે, જેને કોહલીની ટીમે તથ્યહીન ગણીને નકારી કાઢ્યો છે.

વૃંદાવનના પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજના આશ્રમને લઈને હાલમાં વિવાદોનો સમોસમ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને ફલાહારી મહારાજ દિનેશ શર્મા (શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ)એ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ 2023માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રેમાનંદ મહારાજ સાથેની પહેલી મુલાકાત માટે રાજસ્થાનની એક કંપની અને બિલ્ડર લોબીએ 5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જેનો હેતુ આશ્રમનું પ્રમોશન કરવાનો હતો.

પરંતુ, આ આરોપની તપાસ કરતાં સમજાય છે કે હાલ સુધી 5 કરોડ રૂપિયાના દાવાનો કોઈ બેંક ટ્રાન્ઝેક્શન, કરાર, રસીદ કે કંપનીનો રેકોર્ડ સામે આવ્યો નથી. ઘણા રાષ્ટ્રીય મીડિયા હાઉસે પણ આ મામલે મત દર્શાવ્યો છે કે આ માત્ર આરોપ છે અને પુરાવાઓની ગેરહાજરીમાં તેને સત્ય માની શકાય નહીં.

આ આરોપોનો જવાબ આપતાં વિરાટ કોહલીની ટીમે સત્તાવાર ખંડન કર્યું છે. ટીમના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે "આ દાવો તદ્દન ખોટો, પાયાવિહોણો અને તથ્યહીન છે. વિરાટ પ્રેમાનંદ મહારાજ પાસે માત્ર શ્રદ્ધા અને આદરથી જાય છે." વિરાટ કોહલી છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર વૃંદાવન, નીમ કરોલી બાબા આશ્રમ અને મહાકાલેશ્વર જેવા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જતો રહ્યો છે.

હાલની સ્થિતિએ, વિરાટ કોહલીને 5 કરોડ રૂપિયા આપીને બોલાવ્યાનો દાવો માત્ર એક આરોપ સ્વરૂપે જ રહ્યો છે, કારણ કે તેના પુરવાર કરવા માટે કોઈ સત્તાવાર પુરાવાઓ ઉપલબ્ધ નથી. કોહલીની ટીમે આ આરોપને સ્પષ્ટતા સાથે નકારી કાઢ્યો છે.
📲Get App