🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: ટ્રાફિક બાબતે થયેલી બબાલમાં સગીર અને કાકા પર 5 શખ્સો દ્વારા દુકાનમાં ઘૂસી મારમારી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 Sep 2026, 01:00 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના કારંજ વિસ્તારમાં ટ્રાફિકમાં વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બબાલ બાદ 5 શખ્સોએ 17 વર્ષીય સગીર અને તેના કાકા પર દુકાનમાં ઘૂસીને મારમારી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કારંજ વિસ્તારમાં ઢાલગરવાડ ખાતે ટ્રાફિકમાં વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બબાલ બાદ 5 શખ્સોએ એક 17 વર્ષીય સગીર અને તેના કાકા પર દુકાનમાં ઘૂસીને મારમારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કારંજ વિસ્તારમાં ઢાલગરવાડમાં ટ્રાફિકને લઈને થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી. ત્યારબાદ પાંચ શખ્સોએ સીધા સગીરની દુકાનમાં ઘૂસી જઈને તેની અને તેના કાકા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેને ઈજાઓ પહોંચી હતી.

આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ઈરફાન ઘાંચી, રિયાઝ શેખ, નૂર મહંમદ શેખ, ઈરફાન શેખ અને ઈકબાલ શેખ એમ કુલ પાંચ શખ્સોના નામ આપવામાં આવ્યા છે. કારંજ પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
📲Get App