🔥 ट्रेंडिंग नॉरईस्टर ने यूएस पूर्वी तट पर बाढ़ मचा... अक्टूबर 2026: दुर्लभ ग्रह संयोजन से धन... सिंघल जी: मानवता के लिए समर्पित जीवन,... ट्रंप ने शी जिनपिंग को अमेरिकी हथियार... बैंक हड़ताल टल गई, देर रात की बातचीत क... प्रेस से करें घर के काम: कपड़ों से परे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પેરોલ પર આવીને 5 વર્ષની બાળકી સાથી અત્યાચાર: આરોપી જમીલ પઠાણને સેશન્સ કોર્ટે વધુ 20 વર્ષની સજા

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 25 सित. 2026, 12:25 AM 👁 35
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સગીરા પર બળાત્કારના કેસમાં અગાઉથી 20 વર્ષની સજા કાપી રહેલા આરોપી જમીલ પઠાણને પેરોલ દરમિયાન 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરવા બદલ સેશન્સ કોર્ટે વધુ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં અગાઉથી 20 વર્ષની સજા કાપી રહેલા નરાધમ આરોપી જમીલ પઠાણને સેશન્સ કોર્ટે વધુ એક આકરો અને દાખલારૂપ ચુકાદો ફટકાર્યો છે. પેરોલ પર જેલમાંથી બહાર આવીને ફરીથી 5 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવાના ગુનામાં કોર્ટે નક્કર પુરાવાઓને આધારે આરોપીને વધુ 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ કરી છે કે આરોપીએ આ બંને સજા એકસાથે નહીં, પરંતુ અલગ-અલગ કાપવાની રહેશે, જેથી આવા વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં કાયદાનો દાખલારૂપ ડર બેસે.

આ ઘટનાની વિગત મુજબ, ગત 10 નવેમ્બર, 2024ના રોજ 5 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન ચોક વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો આરોપી જમીલ પઠાણ ત્યાં પહોંચી ગયો હતો. ઘરમાં કોઈ મોટેરાં ન હોવાનો લાભ ઉઠાવી તેણે માસૂમ બાળકીનું અપહરણ કરી લીધું હતું.

જોકે, બાળકીને ઉપાડીને ભાગતી વખતે આરોપી અચાનક રસ્તામાં લથડીને પડી ગયો હતો, જેનાથી બાળકી ભયભીત થઈને જોરજોરથી રડવા લાગી હતી. આ સમયે પણ વિકૃત નરાધમે બાળકી સાથે જાહેરમાં જ શારીરિક અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું.
📲Get App