🔥 TRENDING Israeli Netting Provides Indian Apple... बकलेहटा में धूमधाम से निकले माता रानी... Himachal CM Sukhu Faces Criticism Over... Former Ludhiana MLA Bains Sentenced to... गया के टेकरी रोड पर बड़ी देल्हा में मा... Dr. B R Ambedkar Deeksha Bhoomi Yatra...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના અડાજણમાં જલારામ સોસાયટીના બંગલામાં આગ: 5 સભ્યો સુરક્ષિત બહાર, 2 લાખ રોકડ બચાવ્યું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 Oct 2026, 09:08 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અડાજણમાં જલારામ સોસાયટીના બંગલો નંબર 35માં બપોરે 1:38 વાગ્યે AC શોર્ટ સર્કિટથી આગ લાગી, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી પરિવારના પાંચ સભ્યો સુરક્ષિત બહાર નીકળ્યા અને 2 લાખની રોકડ રકમ બચાવી.

સુરતના અડાજણ વિસ્તારમાં જલારામ સોસાયટીના બંગલો નંબર 35માં બપોરે 1:38 વાગ્યે ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ફાટી નીકળ્યો. આગ પહેલા માળના બેડરૂમમાં શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ.

આગે રૂમમાં રહેલું ફર્નિચર, બેડ અને કપડાં સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો.

પરિવારના પાંચ સભ્યો સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી સુરક્ષિત બહાર નીકળી ગયા. ફાયર ટીમે કબાટમાં રહેલી આશરે 2 લાખની રોકડ રકમ પણ સુરક્ષિત રીતે પરિવારને સોંપી.

ફાયર ઓફિસર સંપત સુથાર અને જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, જ્યારે GEBના હાર્દિક પટેલની ટીમે વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવ્યો. અધિકારીઓએ આગની રોકથામ માટે ઘરનાં AC અને વાયરિંગની નિયમિત તપાસ કરવાની સલાહ આપી.
📲Get App