🔥 TRENDING Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor... ਅੱਜ 28 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਜ... Varun pull nadesar Varanasi
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પી એમ શ્રી. બ્રાન્ચ શાળા નંબર 5 નું ગૌરવ શિક્ષક દિન નિમિતે વિદ્યાર્થીઓ નું સન્માન

પી એમ શ્રી. બ્રાન્ચ શાળા નંબર 5 નું ગૌરવ શિક્ષક દિન નિમિતે વિદ્યાર્થીઓ નું સન્માન

✍️ Reporter: Burhaan sibhai 🗓 07 Sep 2026, 10:34 PM 👁 99
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પી.એમ. શ્રી. બ્રાન્ચ શાળા નં. ૫, લુણાવાડા, જિ. મહીસાગર ના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાના શિક્ષક દિન ઉજવણી પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓએ જ્ઞાનસાધના પરીક્ષામાં ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી શાળા તથા પોતાના માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓ મુઠિયાં રેહાન રિઝવાન તેમજ લહેરી ઝફીરા જાવેદભાઈને તેમની સિદ્ધિ બદલ મહાનુભાવો ના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની મહેનત, લગન અને સિદ્ધિને બિરદાવતા શાળા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે સતત મહેનત કરી આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિધાર્થીઓની આ ઉજ્જવળ સિધ્ધિ બદલ તેઓના પરિવારો શાળાના આચાર્ય શ્રી હારીશ ભાઈ તથા માર્ગદર્શક શિક્ષકશ્રી રિયાઝ ભાઈ તથા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
📲Get App