🔥 TRENDING सोशल मिडिया पर पोस्ट किया ISRO completes final checks for joint... श्रीबाबू के 139वीं जयंती के राज्यसभा स... WhatsApp launches custom chat filter t... ग्राम पंचायत चुनाव: जयंतीलाल मीणा ने ब... EV two-wheeler bookings surge 35% in I...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણામાં 48 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 04:11 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણાના જોળવા ગામમાં રહેતા 48 વર્ષીય શ્રમિક રામદાસ મગન પાટીલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી નક્ષત્ર સોસાયટીમાં રહેતા 48 વર્ષીય શ્રમિક રામદાસ મગન પાટીલે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રામદાસ મગન પાટીલ પલસાણા ખાતે મજૂરી કામ કરતા હતા. તેમના દ્વારા આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ મામલે પલસાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.
📲Get App