🔥 TRENDING Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped... RPF Recovers 29 Kilograms of Ganja Fro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમા મકાનમાં ફાંસો ખાઈ 45 વર્ષના પુરુષ એ જીવન ટૂંકાવ્યું

વિરમગામમા મકાનમાં ફાંસો ખાઈ 45 વર્ષના પુરુષ એ જીવન ટૂંકાવ્યું

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Sep 2026, 10:44 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના મુનસર રોડ પર આવેલા વેરાઈ માતાના મંદિર પાસેના મકાનમાં એક પુરુષે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, ભરતજી મંગાજી ઠાકોર (ઉંમર 45 વર્ષ) પોતાના રહેણાંક મકાનમાં ફાંસો ખાઈ લેતા ઘટનાની જાણ આસપાસના લોકોને થઈ હતી. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App