🔥 TRENDING Doraemon: Castle of the Undersea Devil... RIGHT TO VOTE સંવિધાનના અનુચ્છેદ 326... नमस्कार! PM श्री डॉ. वाई.एस. परमार गवर... Tamil Nadu CM Stalin Urges Actor Vijay... Tamil Nadu Sparks Row Over Hindi on Go... CREDAI Tamil Nadu to Host Fifth Statec...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આણંદમાં આંગડિયા પેઢીમાંથી 45 લાખની છેતરપિંડી: બે આરોપી ઝડપાયા, મુદ્દામાલ રિકવર
Crime

આણંદમાં આંગડિયા પેઢીમાંથી 45 લાખની છેતરપિંડી: બે આરોપી ઝડપાયા, મુદ્દામાલ રિકવર

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 08 Oct 2026, 12:50 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદ ટાઉન પોલીસે શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી થયેલી 45 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ 100% મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે.

આણંદ શહેરમાં શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં આણંદ ટાઉન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને બે મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. આ સાથે જ, પોલીસે 100% મુદ્દામાલ પણ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં અનિલકુમાર ચમનલાલ શ્રચંદભાઈ મથવાની (ઉંમર 40, રહે. બદરખા, ધોળકા, જિ. અમદાવાદ) અને અમિત કુમાર શંકરલાલ પરસોત્તમ દાસ ખત્રી (ઉંમર 35, રહે. વડોદરા, મુળ. ડીસા, જિ. બનાસકાંઠા) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ પાસેથી પોલીસે છેતરપિંડીમાં ગયેલી સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે.

જોકે, આ ગુનામાં અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. જેમાં ચિરાગ પ્રકાશભાઈ મહેથુરી (રહે. નડિયાદ, જિલ્લો ખેડા) અને પિયુષ હિંમતસિંહ ખત્રી (રહે. નિસ્વાહેડા, જી. ચિત્તોડગઢ, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. પોલીસ હાલ આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેમની શોધખોળ તેજ કરી છે.

આ સફળ કામગીરી આણંદ ટાઉન પોલીસના પીઆઈ જે.એસ. કંડોળીયા, પીએસઆઈ એસ.ડી.પટેલ, પીએસઆઈ એસ.બી.ઝાલા તથા લોટીયા ભાગોળ ચોકીના સર્વેલન્સ સ્કોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ગુનાનો ત્વરિત નિકાલ લાવી લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે.
📲Get App