🔥 TRENDING ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,... Char Dham Yatra Resumes in Uttarakhand...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાના-: ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મંદિર અને મોટરસાયકલ ચોરીના કેસમાં 43,000 રૂપિયા મૂલ્યનો માલ પુનઃપ્રાપ્ત...
Local

સાબરકાંઠાના-: ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મંદિર અને મોટરસાયકલ ચોરીના કેસમાં 43,000 રૂપિયા મૂલ્યનો માલ પુનઃપ્રાપ્ત...

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 07:30 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાની-: પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સુત્રધાર અને ચાર સાથીઓને ધરપકડ કરી, મંદિર અને મોટરસાયકલ ચોરીના કેસમાં કુલ 43,000 રૂપિયા મૂલ્યનો માલ પુનઃપ્રાપ્ત કર્યો..

સાબરકાંઠાના-:
ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સુત્રધાર અને ચાર સાથીઓને ધરપકડ કરી,જેમાં મંદિર અને મોટરસાયકલ ચોરીના કેસમાં કુલ 43,000 રૂપિયા મૂલ્યનો માલ પુનઃપ્રાપ્ત થયો.આ કામગીરીમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાઓ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજાની આગેવાનીમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું..

ગાંભોઇ હાઇવે રોડ પર હેડ કોન્સ્ટેબલ નિરીલકુમાર અને હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશકુમારની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા મળેલી માહિતી અનુસાર મોતીપુરા અને ખાપરેટા ગામના રામાપીર અને બ્રહ્માણી માતાના મંદીરમાંથી ચોરી કરેલ શકમંદ ઇસમો ગાંભોઇ ગામડી ઓવર-બ્રીજ નજીક ઉભેલા હતા.ત્યાંથી પાંચ શકમંદ ઇસમોને પકડી,તેમની બેગમાં મંદિરના બેલ, મોબાઇલ અને રોકડ મળ્યા..

પકડી લેવામાં આવેલા આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા. તેઓએ ગુજરાત રાજ્યના ગાંભોઇ પોલીસ સ્ટેશન અને મહેસાણાના પામોલ ગામાંથી મંદિર ચોરી (ફૂલ-૬) અને ભીલોડા, ગાંભોઇ, મહેસાણ પામોલ ગામમાંથી મોટરસાયકલ ચોરી (કુલ-૫) કરેલ હોવાની કબુલાત કરી. કુલ 4 બેલ (₹6,000), 4 મોબાઇલ (₹29,000) અને રોકડ ₹8,000 મળી, જે 43,000 રૂપિયાના મૂલ્યના માલ તરીકે પુનઃપ્રાપ્ત થયો..

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ,હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશકુમાર, નિરીલકુમાર,દેવરાજ ખીમજી,જશુભાઈ બાબુભાઈ,રાજુભાઈ જયરામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ બિકેશસિંહ પ્રવિણસિંહ, ભાવિન રસિકલાલ, નિલેશકુમાર બાબુભાઈ, નરેન્દ્રકુમાર સુર્યકાન્તભાઈ, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જતીનકુમાર નટુભાઈ અને અન્ય સભ્યોની સમન્વિત કામગીરીને વખાણવામાં આવે છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રકારની મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા અને શોધવા માટે સતત પેટ્રોલિંગ અને ટેકનિકલ સર્વેલન્સ ચાલુ રાખવામાં આવશે,જેથી સાબરકાંઠા જિલ્લાના સુરક્ષા સ્તર વધુ મજબૂત બને.
📲Get App