🔥 TRENDING ભાદરવી પૂનમના મહામેળા બાદ NSS દ્વારા ‘... Heavy Rain Forecast Issued for Chennai... Myvi.in Lists Malayalam OTT Releases f... Kerala Gold Rates for 22 & 24 Carat Re... Delhi Police Constable Attacked During... Telangana rice prices climb as El Niño...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં ગણેશોત્સવમાં 43 ટન નિર્માલ્યમાંથી બનશે ખાતર, પર્યાવરણ જાળવણીની અનોખી પહેલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 11:30 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન એકત્ર કરાયેલ 43 ટન નિર્માલ્યનો ઉપયોગ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ જાળવણીની એક પ્રેરણાદાયી પહેલ છે.

સુરતમાં સંપન્ન થયેલા 10 દિવસીય ગણેશોત્સવ દરમિયાન આસ્થાની સાથે પર્યાવરણ જાળવણીની એક અત્યંત પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. ગણેશ પંડાલોમાં બાપ્પાના ચરણોમાં ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા ફૂલ-હાર અને પૂજાપો સામાન્ય કચરાના ઢગલામાં રઝળે નહીં તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ રંગ લાવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડ્યા વિના અને નિર્માલ્યની પવિત્રતા જાળવીને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.

આ વર્ષે શહેરમાં અંદાજે 1 લાખ જેટલી ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનવાઇઝ અને વોર્ડવાઇઝ પંડાલો તેમજ કૃત્રિમ વિસર્જન તળાવો ખાતેથી વિશેષ આયોજન કરી ફૂલના પૂજાપાનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

આ ભગીરથ કાર્ય અંતર્ગત 43000 કિલોગ્રામ (43 ટન) થી વધુ પવિત્ર નિર્માલ્ય એકત્ર કરી મનપા સંચાલિત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. આ નિર્માલ્યનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવશે, જે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે.
📲Get App