🔥 TRENDING ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವದ ಧ್ವಜಾರೋಹಣಕ್ಕೆ ಅಗೌರವ:... *जनजातीय गौरव दिवस के उपलक्ष में विद्य... Supreme Court Seeks Centre, Assam's Re... Assam Tribune Releases Juwai Teer Firs... Patiala Police Nab Two Drug Smugglers,... Veteran Punjabi Artists Show Support f...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપીપલામાં રાજ્યકક્ષાની શાળાકીય જિમ્નાસ્ટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ, 400થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 03 Nov 2026, 04:33 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની શાળાકીય જિમ્નાસ્ટિક્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 31 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથના 400થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.
સ્પર્ધાનું ઉદ્ઘાટન જિલ્લા રમતગમત અધિકારી તથા રાષ્ટ્રીય કક્ષાના વિજેતા તીરંદાજ દિનેશભાઈ ભીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી નર્મદા જિલ્લો અને ગુજરાતનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડૉ. એસ. જયશંકરની MPLADS ગ્રાન્ટમાંથી આધુનિક જિમ્નાસ્ટિક્સ સાધનોની ખરીદી કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ જિમ્નેશિયમ હોલના કારણે નર્મદા જિલ્લાને રાજ્યકક્ષાની સ્પર્ધાની યજમાની કરવાની તક મળી છે. આ આયોજનથી જિલ્લાના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન મળવાની સાથે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા મહત્વપૂર્ણ મંચ પ્રાપ્ત થયો છે.
📲Get App