🔥 ट्रेंडिंग अरुणाचल: लेकी-बरूम से नहरलागुन रेलवे स... अरुणाचल के मुख्यमंत्री पेमा खण्डु ने B... अरुणाचल रेलवे पुल के लिए शीघ्र मरम्मत... जम्मू-कश्मीर में दो NABARD सड़क परियोज... जम्मू-कश्मीर में महिला की मृत शरीर मिल... जम्मू-कश्मीर सरकार ने रोगी की मौत की ज...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં શાળાના ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ, શિક્ષકની સૂઝબૂઝથી 400 બાળકોનો બચાવ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 अक्टू. 2026, 11:59 PM 👁 15
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરોલી વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલુ શાળાએ ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગતાં દોડધામ મચી હતી. સદનસીબે, શિક્ષકે સમયસર આગ ઓલવી 400થી વધુ બાળકોનો જીવ બચાવ્યો હતો.

સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીની વાતો વચ્ચે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે સેંકડો નિર્દોષ બાળકોનો આબાદ બચાવ થયો છે. અમરોલી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલુ શાળાએ ઇલેક્ટ્રિક મીટર પેટીમાં જોરદાર ધડાકા સાથે આગ ભડકી ઊઠી હતી.

આગના કારણે સમગ્ર સંકુલમાં ધુમાડાના ગોટેગોટા ફેલાતાં 400થી વધુ ભૂલકાંઓમાં નાસભાગ અને ભારે ગભરાટ ફેલાયો હતો. બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગરમાયું હતું અને સૌ કોઈ સુરક્ષિત સ્થળે પહોંચવા પ્રયાસ કરી રહ્યા હતા.

જોકે, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ શાળાના એક શિક્ષકે અદમ્ય હિંમત અને સૂઝબૂઝ દાખવી હતી. તેમણે તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના બનતાં અટકી હતી અને બાળકોનો સુરક્ષિત રીતે બચાવ થયો હતો.
📲Get App