🔥 ट्रेंडिंग नांदिवले समाजाने बिरवाडी खारवलीत महाआर... વિજયાદશમી પર ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં... सिकंदराराऊ के गांव गोकुलपुर में दंपती... गुजरात सीएम ने धोलेरा एसआईआर में टाटा... गुजरात सीएम ने 28 जिलों में 101 श्रमिक... कर्नाटक BJP प्रमुख ने कांग्रेस में विद...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નખત્રાણામાં દશેરા નિમિત્તે 40મી વખત 35 ફૂટ ઊંચા રાવણનું દહન, વિશાળ જનમેદની

✍️ रिपोर्टर: Hanifbhai Mahammadbhai Jadav 🗓 20 अक्टू. 2026, 11:08 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દશેરા નિમિત્તે નખત્રાણાના વથાણમાં 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું. શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીના પાત્રો સાથે નગરમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

દશેરા નિમિત્તે નખત્રાણા ખાતે છેલ્લા 40 થી 45 વર્ષથી ચાલતી પરંપરાને યથાવત રાખતાં, જય માતાજી ગ્રુપ તેમજ હિન્દુ સનાતન સમાજ દ્વારા આ વર્ષે 40મો રાવણ દહન કાર્યક્રમ વિશાળ જનમેદની સાથે યોજવામાં આવ્યો હતો. નખત્રાણાના વથાણમાં 35 ફૂટ ઊંચું રાવણનું પૂતળું ઊભું કરવામાં આવ્યું હતું. રાવણ દહન પૂર્વે અહીં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું. સંધ્યાના સમયે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે શ્રીરામના પાત્રમાં રાવણને નાભીમાં બાણ મારવામાં આવ્યું હતું અને ફટાકડાની આતક બાજી જોવા મળી હતી.

રાવણ દહન પૂર્વે શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી તથા વાનરસેનાના પાત્રોમાં નગરમાં શોભા યાત્રા નીકળી હતી, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શંકર વિજય શો.મીલ થી નવાવાસ, મુખ્ય બજાર, સુપરમાર્કેટ અને વથાણ સુધી મોટી સંખ્યામાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને હજારોની મેદનીમાં 'જય જય શ્રી રામ'નો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રીરામના પાત્રમાં હેત પરસોત્તમભાઈ પાંચાણી, લક્ષ્મણના પાત્રમાં શુભ યોગેશભાઈ પાંચાણી અને હનુમાનના પાત્રમાં વંશ સંજયભાઈ પાંચાણીએ પાત્રો ભજવ્યા હતા.

કાર્યક્રમમાં હરિભાઈ લુહાર, ડાયાભાઈ સંઘાણી, ચંદનસિંહ રાઠોડ, દિનેશભાઈ નાથાણી, હિરેન ભાનુશાળી, કાંતિભાઈ નાથાણી, પિયુષભાઈ રૈયાણી, હરે રામભાઈ ભગત, ચેતનભાઈ ઠક્કર, જાગૃતીબેન ઠક્કર, દમયંતીબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, હંસાબેન રૈયાણી, યોગેશભાઈ પાંચાણી, ચંદુભાઈ રૈયાણી, ભાણજીભાઈ પટેલ અને રતનશીભાઈ જબુવાની સહિતનાઓએ જહૈમત ઉઠાવી હતી. જય માતાજી ગ્રુપના ડાયાભાઈ સૈઞાણી અને જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે દર વર્ષે અહંકાર રૂપી રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે અને આ વખતે પણ મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

રાવણનું પૂતળું ઊભું કરવા માટે કેશુભાઈ કેસરાણી, ઝવેરભાઈ કેસરાણી, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, કલ્પેશભાઈ લુહાર, શંકર વિજય સોમીલ નો સ્ટાફ, હિતેશભાઈ કેસરાણી, ભરતભાઈ સુરાણી અને મહેશભાઈ કેસરાણી સહિતનાઓએ ગત સાંજે વથાણમાં 35 ફૂટ ઊંચો રાવણ ઉભો કર્યો હતો. રાવણ દહન પૂર્વે નગરપાલિકા દ્વારા સમગ્ર વથાણમાં સફાઈ કરાવવામાં આવી હતી. જુના જનસંઘી અને નખત્રાણાના રાવણ દહનના કાર્યક્રમમાં સતત સહયોગ આપતા સ્વ. ધનસુખભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ આપી યાદ કરવામાં આવ્યા હતા. લાલજીભાઈ રામાણી, જીતુભા જાડેજા અને ડાયાભાઈ સેગાણી સહિતનાઓનો વિશેષ સહયોગ રહ્યો હતો.

નખત્રાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલ તેમજ પીએસઆઈ બેગડીયા અને પીએસઆઈ એમ.વી. સામળાની આગેવાની હેઠળ ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. નગરજનોએ શાંતિપૂર્વક રાવણ દહનનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
📲Get App