🔥 TRENDING Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
40 શિક્ષકોને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત
Education

40 શિક્ષકોને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 Sep 2026, 07:18 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરમાં આયોજિત શિક્ષક દિવસ સમારોહમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 40 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળ્યો.

આજના શિક્ષક દિવસના અવસરે ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વરદ્હસ્તે 40 શિક્ષકોને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. સમારોહમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.

મુખ્યમંત્રીશ્રીએ વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે શિક્ષક વ્યવસાય માત્ર નથી, તે રાષ્ટ્રધર્મ છે અને વ્યક્તિના જીવન ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું કાર્ય શિક્ષક કરે છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ગુજરાત સહિત સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થામાં આવેલ ટ્રાન્સફોર્મેશનની રૂપરેખા આપી.

મુખ્યમંત્રીશ્રીએ નેશનલ એજ્યુકેશન પોલીસી દ્વારા હોલીસ્ટિક ડેવલપમેન્ટ માટે શિક્ષણને સ્કીલ બેઝ્ડ અને ફ્યુચરિસ્ટિક બનાવવાનો આયામ આદર્યો હોવાનું જણાવી સૌ શિક્ષકોને Ai અને ડિજિટલ ટેકનોલોજીથી સતત અપડેટ રહેવાની પ્રેરણા આપી. તેમણે શિક્ષણની પરંપરાગત વિરાસત અને અદ્યતન ટેક્નોલોજીના સમન્વયથી વિકસિત ભારત માટે મૂલ્યનિષ્ઠ, જ્ઞાન અને કૌશલ્યથી સંપન્ન નવી પેઢીના નિર્માણમાં શિક્ષકો શક્તિધારા બનીને જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
📲Get App