🔥 TRENDING जालौन में पुलिस मुठभेड़: माता मंदिर से... NDRF Rescues Girl from 80‑ft Borewell... LPU Postpones Mid‑Term Exams, Suspends... Netanyahu Visits Abu Dhabi, Meets UAE... 23-Year-Old Missing After Saving Three... CCB raids four locations in Kallakuric...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત-ભરૂચ એક્સપ્રેસ-વેની રોડની હાલત ખરાબ, 40 સ્થળોએ રિપેરિંગ શરૂ

✍️ Reporter: Shahid Mansuri 🗓 11 Aug 2026, 06:28 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ ગુજરાતમાં સુરત-ભરૂચ એક્સપ્રેસ-વેની રોડની હાલત ખરાબ થઈ રહી છે, જ્યાં 40 સ્થળોએ મેજર રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરત-ભરૂચ સ્ટ્રેચ પર રોડ ખુલ્યાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી, ત્યારે જ અનેક જગ્યાએ રોડની હાલત ખરાબ થવા લાગી છે. આશરે 80 કિલોમીટરના સ્ટ્રેચ પર 40 જેટલી જગ્યાએ મેજર રિપેરિંગની કામગીરી શરૂ કરવી પડી છે.

ભરૂચ તરફ જતા માર્ગ પર 21 અને પરત આવતા માર્ગ પર 19 જેટલી જગ્યાએ રોડ રિપેર કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ રોડ સાઇડની માટી ધસી પડતાં રસ્તો બેસી ગયો છે. સ્થિતિ સંભાળવા માટે રેતી અને માટી ભરેલી સિમેન્ટની ગુણો મૂકીને કામચલાઉ ટેકો આપવામાં આવ્યો છે.

પુન ગામ નજીક તો RCC રોડના લાંબા ભાગને તોડીને તેને ફરીથી બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જે એક્સપ્રેસ-વેને હાઈ-ટેક અને અત્યાધુનિક રોડ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, ત્યાં આટલા ઓછા સમયમાં વારંવાર રિપેરિંગની જરૂર પડતાં હવે બાંધકામની ગુણવત્તા, મટિરિયલ અને કામગીરીની દેખરેખ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
📲Get App