🔥 TRENDING Nationwide Bank Strike Postponed After... Ironing Iron: More Than Just Clothes—H... BJP Accuses Rahul Gandhi of Plotting t... Former Indian Cricketer Vinod Kambli R... Delhi Minister Slaps Youth Claiming AA... The Tribune Highlights User Search for...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં અસારવા બ્રિજનું આધુનિક 4-લેન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ શરૂ
Local

અમદાવાદમાં અસારવા બ્રિજનું આધુનિક 4-લેન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ શરૂ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Aug 2026, 09:06 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના મધ્ય ઝોનમાં ઐતિહાસિક અસારવા બ્રિજના સ્થળે નવા 4-લેન રેલવે ઓવરબ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે, જે નવેમ્બર 2027 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલ ઐતિહાસિક અસારવા બ્રિજના સ્થાને આધુનિક 4-લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. વર્ષ 1940માં બનેલા જૂના બ્રિજનું રેલ્વે પોર્શનનો લાઈફ સ્પાન પૂર્ણ થઈ ગયેલ હોવાથી, સદર બ્રીજનું રી-કન્સ્ટ્રક્શન જરૂરી બન્યું હતું. આ માટે AMC દ્વારા અસારવા, સિવિલ અને ઈદગાહ તરફના મહત્વપૂર્ણ જોડાણને વધુ સુવિધાજનક બનાવવા નવા બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલમાં ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તેમજ અસારવા તરફ સુપર સ્ટ્રક્ચરમાં સ્પાનના ગર્ડર લોન્ચિંગની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટની ફિઝિકલ પ્રગતિ 31% જેટલી થઈ છે.

આ નવા બ્રિજના નિર્માણથી સ્થાનિક ટ્રાફિકમાં સુધારો થશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે. બ્રિજને નવેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
📲Get App