🔥 ट्रेंडिंग અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાત... तापसी पन्नू ने मैथियस बो के साथ निजी श... चंद्रनी बार के 25वें वर्षगांठ पर, निर्... प्रधानमंत्री मोदी ने लता मंगेशकर के जन... અમરેલીમાં કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજ... लता मंगेशकर का जन्मदिन: असली नाम, पहला...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની મોટી કાર્યવાહી: વિદેશી દારૂના જથ્થા સાથે 4-5 શખ્સો ઝડપાયા
अपराध

રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની મોટી કાર્યવાહી: વિદેશી દારૂના જથ્થા સાથે 4-5 શખ્સો ઝડપાયા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 अग. 2026, 04:17 PM 👁 37
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેલવે પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પ્લેટફોર્મ નંબર-1 પરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

રાજકોટ રેલવે પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પ્લેટફોર્મ પર શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા 4 થી 5 ઇસમોને પોલીસે અટકાવ્યા હતા. તેમની પૂછપરછ કર્યા બાદ તેમની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી તમામ શખ્સોને કસ્ટડીમાં લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં દારૂની હેરાફેરી પકડાતા પોલીસની સતર્કતા સામે આવી છે.
📲Get App