Crime
બારડોલી-માંડવી રોડ પર ઓટો રિક્ષા પલટાઈ ગઈ, વડીલનું મોત અને 4 ઈજાગ્રસ્ત
પણદા ગામની સીમમાં ઓટો રિક્ષા ચાલકે કાબૂ ગુમાવતા પુલ નીચે પલટાઈ ગઈ હતી. અકસ્માતમાં 65 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બારડોલી-માંડવી રોડ પર પણદા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ દોડતી પેસેન્જર ઓટો રિક્ષાના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પુલ નીચે પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં બેસેલા રાયમના 65 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પુત્રી અને દોહિત્ર સહિત અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
આ અંગે બારડોલી રૂરલ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.