🔥 TRENDING Tripura Artists to Showcase Talent at... Himachal Pradesh Mandates Electronic V... Bulgarian Tourist Killed in Himachal P... Staff Nurses Denied Study Leave for M.... Actor Raj Babbar Pays Visit to Golden... Hockey Captains: Asian Champions Troph...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતાં 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂત અને પશુપાલકો માટે સંવેદનશીલ નિર્ણય...

✍️ Reporter: Atul Thakor 🗓 26 Oct 2026, 05:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતાં 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂત અને પશુપાલકો માટે સંવેદનશીલ નિર્ણય...

સમગ્ર રાજ્યમાં આ વર્ષે સરેરાશ 89 ટકા જેટલો વરસાદ થયો છે પરંતુ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જે સંપૂર્ણ 4 જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં ખેડૂતોની પડખે ઊભા રહેવા રાજ્ય સરકારે ઉદારતમ નિર્ણયો કર્યા છે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો અને પશુપાલકો માટે જે ઉદારતમ નિર્ણયો લેવામાં આવ્યા છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, આ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો જે નિર્ણય કર્યો છે તે મુજબ હેક્ટર દીઠ 8500 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય અપાશે...
📲Get App