રાજકોટના બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી; 4 વર્ષની માસૂમ બાળકીને ધક્કો મારી મોત નો મામલો કલયુગી માતાની ધરપકડ
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતી ઉધમ ટાઉનશીપમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. માત્ર 4 વર્ષની એક નાની માસૂમ બાળકીને તેની જનેતા (માતા) દ્વારા ધક્કો મારીને મોત નિપજાવ્યું હતું, આ અતિ સંવેદનશીલ અને ગંભીર મામલાની ગંભીરતાપૂર્વક નોંધ લઈને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (પી.આઈ.) શજી. આર ચૌહાણ અને તેમની સક્રિય પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર આરોપી માતાની અટકાયત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી.