🔥 TRENDING नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... Nara Lokesh Highlights Movement from M... AP ICET 2026 2nd Counselling: Self‑Joi...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના પરિવારે કરી ઈશ્વરની અનોખી આરાધના, 4 કિ.મી. સુધી સુતા-સુતા રામાપીરના ધામે પહોંચ્યો સંઘ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 21 Sep 2026, 06:10 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલાના પરિવારને ઈશ્વર પ્રત્યે અનોખી આસ્થા

રાજુલાના પરિવારે કરી ઈશ્વરની અનોખી આરાધના, 4 કિ.મી. સુધી સુતા-સુતા રામાપીરના ધામે પહોંચ્યો સંઘ

રાજુલા: કહેવાય છે કે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ હોય તો ભગવાનની કૃપા અવશ્ય મળે છે. આવી જ અનોખી આસ્થા અને ભક્તિનો પ્રસંગ રાજુલા શહેરમાં જોવા મળ્યો હતો. રાજુલા શહેરના મનુભાઈ ભાયાભાઈ બારીયા તથા તેમના પરિવારજનો, કુટુંબીજનો અને મિત્રમંડળ દ્વારા ખાંભલીયા ગામે આવેલા રામદેવપીરના મંદિરે માનેલી માનતા પૂર્ણ થતાં અનોખી રીતે આરાધના કરવામાં આવી હતી.

રાજુલા શહેરના અંટાળીયા મહાદેવ મંદિરેથી આ સંઘ ખાંભલીયા રામાપીરના મંદિર તરફ રવાના થયો હતો. આશરે 4 કિલોમીટરનું અંતર પરિવારના મુખ્ય વ્યક્તિ મનુભાઈ બારીયા સહિત પરિવારજનો અને મિત્રમંડળ દ્વારા સુતા-સુતા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર સંઘ ડીજેના તાલે રામાપીરના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક આગળ વધ્યો હતો.

રાજુલાથી સંઘ રવાના થઈ આશરે એક કિલોમીટર દૂર પહોંચ્યો ત્યારે રસ્તામાં આવેલા બાલાજી ફ્લાય પ્રોડક્ટના માલિક ગજેન્દ્રસિંહ પરમાર તથા તેમના મિત્રમંડળ દ્વારા સંઘનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘમાં જોડાયેલા ભક્તો માટે ચા-પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, “ભગવાન પ્રત્યે આટલી શ્રદ્ધા અને આસ્થા ધરાવતા ભક્તોની સેવા કરવાની તક મળવી મારા માટે પણ પુણ્યનું કામ છે.”

ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પ સાથે નીકળેલા આ સંઘના અનોખા ધાર્મિક પ્રવાસે રાજુલા પંથકમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રામાપીરના જયઘોષ સાથે ભક્તોએ ખાંભલીયા રામદેવપીરના ધામે પહોંચી પોતાની માનતા પૂર્ણ કરી હતી.
📲Get App