Crime
સુરત: મિત્રતામાં આપેલા 4 લાખના ચેક બાઉન્સ થતાં રિક્ષાચાલકને 1 વર્ષની સજા યથાવત
સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રતાના નાતે આપેલા 4 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થવાના કેસમાં સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખી રિક્ષાચાલકની અપીલ ફગાવી દીધી છે. કોર્ટે આરોપીના જામીન પણ રદ કર્યા છે.
સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રતાના નાતે આપેલી રકમ સામે મળેલા ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સેશન્સ કોર્ટે રાંદેરના એક રિક્ષાચાલકને એક વર્ષની સજા અને વળતર ચૂકવવાના ટ્રાયલ કોર્ટના હુકમને યોગ્ય ઠેરવીને આરોપીની અપીલ ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે આરોપીના જામીન પણ રદ કરી દીધા છે.
આ કેસની વિગત મુજબ, રાંદેર રામનગરમાં રહેતા કમ્પ્યુટર ઓપરેટર વિનોદ દાફડાએ પોતાના જ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક શેખ મોહંમદ હૈદરને વર્ષ 2022માં મિત્રતાના સંબંધે રૂ. 4 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પેટે આરોપીએ વિનોદને રૂ. 2.5 લાખનો ચેક આપ્યો હતો, જે બેંકમાં રજૂ કરતા બાઉન્સ થયો હતો. જેથી વિનોદે એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રાયલ કોર્ટે વર્ષ 2024માં આરોપી શેખ મોહંમદને 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે ચેક પર આરોપીની સહી છે અને કાયદા મુજબ સહી હોય તો નાણાકીય જવાબદારી સ્વીકારેલી ગણાય છે.
આ દલીલ માન્ય રાખીને સેશન્સ કોર્ટે આરોપીની અપીલ રદ કરી સજા યથાવત રાખી છે. કોર્ટે આરોપીના જામીન પણ રદ કરવાનો આદેશ આપ્યો છે.