🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત રેલવે સ્ટેશન પર ઓડિશાના પેડલરને 3.89 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 08:30 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત રેલવે સ્ટેશન પર રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને RPFની સંયુક્ત ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને ઓડિશાના એક પેડલરને 3.895 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની ગાંજાની ગંધ છુપાવવાની મોડસ ઓપરેન્ડી તપાસ અધિકારીઓ માટે પણ આશ્ચર્યજનક હતી.

સુરત રેલવે સ્ટેશન પર રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને RPFની સંયુક્ત ટીમે પ્લેટફોર્મ નંબર 1 પર ફિલ્મી ઢબે વોચ ગોઠવીને ઓડિશાના એક પેડલરને 3.895 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈને તપાસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાથી મુસાફરો કે પોલીસને ગાંજાની ગંધ ન આવે તે માટે તે સમયાંતરે અત્તર અને રૂમ એરફ્રેશનરનો સ્પ્રે કરતો હતો.

વહેલી સવારે 5:20 વાગ્યે NDPS ડેડિકેટેડ ટીમ, સુરત રેલવે પોલીસ અને RPF સુરતના જવાનો સ્ટેશન પરિસરમાં સઘન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી સ્પીડ પાર્સલ ઓફિસ પાસેના લોખંડના દરવાજામાંથી એક શંકાસ્પદ યુવક પીઠ પર બેકપેક લટકાવીને બહાર નીકળતો જણાયો હતો.

ફરજ પર હાજર એએસઆઈ દિનેશજી પરથીજી સોલંકી તથા તેની ટીમે શંકાના આધારે કોર્ડન કરીને તેને પકડી પાડ્યો હતો. બેગની તલાશી લેતાં અંદર પ્લાસ્ટિકના પેકિંગમાં સંતાડેલો 3.895 કિલોગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹1,94,750 અંદાજવામાં આવી છે.
📲Get App