🔥 TRENDING कोठी वाले बालाजी महाराज को लगाया 56 भो... ભચાઉમાં બોલેરો પિક અપ ડમ્પર સાથે અથડાઈ... 149-Year-Old Animal Sacrifice Traditio... Jonty Rhodes: 'I'm half Indian, half S... Bindal Slams Congress as 'Divided Hous... Nishad Kumar Wins Multiple Golds, Join...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી: 35 ફૂટ રાવણ દહન અને તલવારબાજી પ્રદર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 08:40 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિજયાદશમી ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા અને 35 ફૂટ ઊંચા રાવણના દહન સાથે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં વિજયાદશમીના પર્વની ઉજવણીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિજયાદશમી ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા યોજાઈ,જે રામજી મંદિરેથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પર ફરી.શોભાયાત્રામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો, યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા નગરજનો જોડાયા..

ટાવર ચોક ખાતે અનુસૂચિત જાતિના બંધુઓ દ્વારા ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી અને પરંપરાગત શસ્ત્રકળાનું પ્રદર્શન પણ થયું.શોભાયાત્રાના સમાપન બાદ હાથમતી નદી કિનારે 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. ભવ્ય આતશબાજીથી આખો વિસ્તાર પ્રકાશિત થયો, અને હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા ભેગા થયા..

આ કાર્યક્રમમાં યુવતીઓએ સાહસિક તલવારબાજી રજૂ કરી,જે ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું.હિંમતનગરમાં વિજયાદશમીની ઉજવણી શોભાયાત્રા, શસ્ત્રકળા પ્રદર્શન અને રાવણદહન સાથે ઉત્સાહભેર પૂર્ણ થઈ.
📲Get App