अपराध
આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભચાઉ ડિવિઝન પોલીસનું મોટાપાયે સરપ્રાઇઝ કોમ્બિંગ: 35 પ્રાણઘાતક હથિયારો જપ્ત
અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી કરવા માટે ભચાઉ ડિવિઝન પોલીસે આડેસર વિસ્તારમાં રાત્રિના સમયે સર્ચિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારો પર લગામ કસવા માટે ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા રાત્રિના સમયે મોટાપાયે સરપ્રાઇઝ ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની આગેવાની હેઠળ ડીવાયએસપી, પોલીસ ઈન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિત કુલ 76 પોલીસ અધિકારી-કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને વિસ્તારના વિવિધ ગામોમાં તપાસ કરવામાં આવી હતી.
આ કોમ્બિંગ દરમિયાન પોલીસે અગાઉ હથિયાર અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સાથે જ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહીના પરિણામે કુલ 35 પ્રાણઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 7 ધારદાર છરી, 15 ધારિયા, 3 છરા/ધારિયા, 4 કટાર, 1 તલવાર, 7 કુહાડી, 7 ગુપ્તિ અને 3 લાકડીઓનો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી અન્ય કાર્યવાહીમાં જી.પી. એક્ટ કલમ 135 હેઠળ 15 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે M.V. Act કલમ 207 હેઠળ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન કુલ 39 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 18 શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં આ આકસ્મિક કોમ્બિંગ હાથ ધર્યું હોવાનું જણાવાયું છે.