🔥 ट्रेंडिंग શાપુર પોલીસ સ્ટેશનની રેન્ડમ ચેકિંગ દરમ... હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક ય... बारिश के कारण यात्रियों का बुरा हाल, स... ओडिशा में मानसून वर्षा 29% अधिक, राष्ट... केरल में भारी बारिश, बाढ़ का खतरा गंभी... मौसम: मानसून निकासी शनिवार तक बढ़ी, दक...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સરથાણા વિસ્તારમાં 35 લાખની છેતરપિંડી કરનાર મહિલા આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 07:15 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફાઇનબુકર સ્પોર્ટ્સ એક્સચેન્જ'ના નામે રોકાણકારોને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક શાતિર મહિલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષ બાદ ઝડપી પાડી છે. આ મહિલાએ તેના સાગરીતો સાથે મળીને રોકાણકારોને ટૂંકા ગાળામાં નાણાં બમણા કરવાની લાલચ આપી હતી.

સુરત: સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આશરે 35 લાખની છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતી ફરતી એક શાતિર મહિલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી છે. આ મહિલાએ પોતાના સાગરીતો સાથે મળીને રોકાણકારોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

'ફાઇનબુકર સ્પોર્ટ્સ એક્સચેન્જ'ના નામે આચરવામાં આવેલા આ કૌભાંડમાં મહિલા આરોપી અને તેની ટોળકીએ લોકોના ખિસ્સા ખંખેરવા માટે એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. વર્ષ 2024 અને 2025 ના સમયગાળા દરમિયાન, આરોપી શિવાની પંડ્યાએ તેના પતિ ભાર્ગવભાઈ પંડ્યા તેમજ અન્ય સાગરીતો ઇન્દ્રજીત અરોરા, પ્રકાશ ગુપ્તા અને શ્વેતા ગુપ્તા સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. તેઓએ ભેગા મળીને 'ફાઇનબુકર સ્પોર્ટ્સ એક્સચેન્જ' નામની એક કંપની ઊભી કરી હતી અને આ કંપનીના માધ્યમથી રોકાણકારોનો સંપર્ક કરી માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં નાણાં બમણા કરી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડીની જાળ બિછાવી હતી.

નાણાં ડબલ કરવાની સ્કીમમાં ફસાયેલા રોકાણકારોએ આ ટોળકીને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. શાતિર ભેજાબાજોએ રોકાણકારો પાસેથી બેંક મારફતે 27,00,007 ની માતબર રકમ ટ્રાન્સફર કરાવી હતી. આટલું જ નહીં, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 9,233 USDT ડોલર (જેનું ભારતીય ચલણમાં મૂલ્ય અંદાજે 8,30,970 થાય છે) નું ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કરાવ્યું હતું. 8 મહિનાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રોકાણકારોએ પોતાના નાણાં પરત માંગતા આરોપીઓએ ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. અંતે 35 લાખથી વધુની છેતરપિંડી આચરી ટોળકી ફરાર થઈ ગઈ હતી.
📲Get App