🔥 TRENDING India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નીમ કરોલી બાબાની ફિલ્મ 'હનુમાન અંશ'એ 35 દિવસમાં 192.75 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું, તોડી 'સિંઘમ' અને '83'ના રેકોર્ડ
Entertainment

નીમ કરોલી બાબાની ફિલ્મ 'હનુમાન અંશ'એ 35 દિવસમાં 192.75 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું, તોડી 'સિંઘમ' અને '83'ના રેકોર્ડ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 11 Sep 2026, 11:00 AM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'હનુમાન અંશ'એ ભારતમાં 163.13 કરોડનું નેટ કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે વર્લ્ડવાઈડ રિલીઝ થઈ છે અને તેણે ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર અસાધારણ પ્રદર્શન કર્યું છે. 7 ઓગસ્ટના રોજ ભારતમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 35મા દિવસે 7,664 શોથી 10 કરોડનું કલેક્શન કર્યું છે. હાલમાં આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ યુકે, યુએસએ, યુએઈ અને કેનેડા સહિત વિદેશોમાં રિલીઝ થઈ ગઈ છે.

ફિલ્મનાં કુલ કલેક્શનની વાત કરીએ તો, ભારતમાં તેનું નેટ કલેક્શન 163.13 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગ્રોસ કલેક્શન 192.75 કરોડ રૂપિયા છે. ફિલ્મનું બજેટ માત્ર 2 કરોડ રૂપિયા હતું, જેના કારણે તેણે 161.13 કરોડ રૂપિયાનો નફો કમાવ્યો છે. આ નફો ફિલ્મની કુલ કમાણી કરતાં આશરે 81.565 ગણો છે, જેના પરિણામે નફાની ટકાવારી 8056.5 થઈ છે.

બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ'એ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે અજય દેવગનની 2011ની ફિલ્મ 'સિંઘમ'નો લાઈફટાઈમ રેકોર્ડ તોડ્યો છે, જેણે ભારતમાં 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેના ઉપરાંત, સલમાન ખાનની 2025માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિકંદર'ના 103 કરોડ રૂપિયાના અને રણવીર સિંહની ફિલ્મ '83'ના 104 કરોડ રૂપિયાના કલેક્શનના રેકોર્ડ પણ 'હનુમાન અંશ'એ પાછળ છોડી દીધા છે.

ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની સફળતા મેકર્સ માટે પણ અપેક્ષાથી પરે છે. ફિલ્મની કહાની અને સ્ટારકાસ્ટની એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં પણ રાજહંસ સિનેમા, આર કે સિનેમા અને ગોલ્ડ સિનેમા સહિત વિવિધ મુવી-થિયેટરમાં ગત રાત સુધી આ ફિલ્મ યથાવત રીતે બતાવવામાં આવી રહી હતી.
📲Get App